અબતક,ઋષી મહેતા, મોરબી
હળવદ બસ સ્ટેશન રોડ પર વચ્ચે હાઈસ્કૂલ સામે યુવાને કાર પાર્કિંગ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આશરે અડધો કિલોમીટર સુધી ટ્રાફિકને પગલે વાહનોના થપ્પા લાગ્યા હતા. ત્યારે પોલીસને જાણ કરતા પોલીસે યુવકની કાર ડિટેઈન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.હળવદમાં શ20 કાર ચાલકની અડોળાઈને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિકથી ધમધમતા રોડ પર વચ્ચે શ20 કાર ચાલક પોતાની કાર પાર્ક કરી જતો રહ્યો હોવાથી હળવદ હાઈસ્કૂલ પાસે ટ્રાફિકજામ થયો હતો. હળવદ બસ સ્ટેશન રોડ પર અડધો કીલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. જેથી 20 મિનિટથી ટ્રાફિક જામ થયો હતો. યુવાનની ભૂલના કારણે ઘણા બધા લોકોને અને બસના મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પોલીસને જાણ કરતા હળવદ નવનિયુક્ત પી.આઈ કે. જે. માથુકિયા અને પી.એસ.આઇ રાજેન્દ્રદાન ટાપરીયા તથા સ્ટાફે તાત્કાલિક ધોરણે કાર ડિટેઈન કરી યુવાનને કાયદાનું ભાન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્નનુ નિરાકરણ આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું નવનિયુક્ત પીઆઇ જણાવ્યું હતું. યુવાનને કાર સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સમસ્યા અંગે અનેક વખત રજુઆત છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.