ક્રિકેટના સટ્ટામાં રકમ હારી જતા પેઢીને ચુનો ચોપડયો
હળવદ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટ પેઢીના કર્મચારીએ રૂ.69.64 લાખની છેતરપિંડીના પેઢીના કર્મચારીની અમદાવાદ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે રૂપિયા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો તથા જુગારમાં હારી ગયેલ હોવાનું જણાવ્યુંં હતુ.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરનાં રતનપર ગામે રહેતા નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કિશાન ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા હોય જેમને ત્યાં ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયા નામનો વ્યક્તિ કામ કરતો હોય રૂ. 69.64 લાખની ઠગાઈની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ હળવદ પોલીસ સ્ટેશનની સર્વલન્સ ટીમ તથા એલ.સી.બી મોરબીની ટીમ દ્વારા તથા ટેકનિકલ સોર્સ મારફતે આરોપી તપાસ તજવીજ કરતા આરોપી ઉમેશભાઈને ટેકનિકલ સોર્સ મારફતે અમદાવાદ ખાતેથી હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપતા આરોપીને તા.08/07/2023 ના અટક કરવામાં આવેલ છે
આમ આરોપીએ વિશ્વાસઘાત કરી મેળવેલ રકમ રીક્વેરી કરવાની બાકી છે. આરોપી ગુન્હો કરી નાસી ભાગી જઇ કઇ કઇ જગ્યાએ કયા ક્યા રોકાણ કરેલ અને આ ગુન્હામાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે. મુંબઇ, મહારાષ્ટ્ર માં જમા કરાવેલ હોય જેથી આરોપીના 0 કોર્ટમાં હળવદ ખાતેથી તા.09/07/2026 ના રોજ રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના તા.12/07/2023 સુધીના રીમાન્ડ મેળવી હાલે આરોપીએ વિશ્વાસઘાત કરી મેળવેલ રકમ રીકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.