ચરવડા ગામનો યુવાન હળવદથી મોરબી જતો’તો અને રસ્તામાં કાળ ભેટયો
હળવદના ચરાડવા પાસે ચાલુ રીક્ષામાં મોબાઈલ બ્લાસ્ટ થતા રીક્ષા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષાચાલકનું ગંભીર ઈજાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. અકસ્માત અંગે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરવડા ગામે રહેતા પરેશ જીવરાજ જોગરાજ (ઉ.વ.૨૭)એ સાંજના સમયે રીક્ષા લઈ હળવદથી મોરબી હાઈવે પર જતો હતો ત્યારે ચરાડવા ગામ પાસે ભવાની પેટ્રોલપંપ પાસે ચાલુ રીક્ષાએ મોબાઈલ બ્લાસ્ટ થતા રીક્ષાચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલક પરેશ જોગરને લોહી-લુહાણ હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયાએ વધુ તપાસ હાથધરી છે.