વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને બંને બચ્ચાને સુરક્ષિત સ્થળે ખસેડયા

હળવદના રણકાંઠાના જોગડ ગામે આજે અજગરના બે બચ્ચા મળી આવતા લોકો કુતુહલવશ અગજરના બચ્ચા જોવા ઉમટી પડ્યા હતા.આ બનાવની જાણ થતાં હળવદની ફોરેસ્ટ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બન્ને અજગરના બચ્ચાઓનું સલામતપૂર્વક રેસ્ક્યુ કરીને બન્નેને હાલ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રણકાંઠાના જોગડ ગામે આજે સૂકાભઠ રણ વિસ્તારમાં ક્યાંકથી બે અજગરના બચ્ચા આવી ચડ્યા હતા. બચ્ચા જોવા આસપાસ ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.બાદમાં ગામના યુવાનોએ આ બનાવની હળવદ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.આથી હળવદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કનકસિંહ અને એ.એ.બીહોલાએ ટીમ સાથે હળવદના જોગડ ગમે દોડી ગયા હતા અને બન્ને અજગરના બચ્ચાઓનું સલામતીપૂર્વક રેસ્ક્યુ કરીને હાલ આ બન્ને અજગરના બચ્ચાઓને વનવિભાગ દ્વારા ધ્રાગધ્રાના ખારામાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.