હળવદ: મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી)દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં પ્રતિ કિલો ફેટના ભાવ માં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યું છે અને આ ભાવ વધારાનો અમલ પણ કરી દેવાયો છેહાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવ મળી રહે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોએ રૃપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી દૂધ સંઘ 640 રૂપિયા ચૂકવતુ હતું જે રૂપિયા 10 ના વધારા સાથે 650 રૂપિયા ચુકવશે અને આ ભાવ વધારો જ અમલી પણ કરી દેવાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી સાથે જિલ્લાની 295 દૂધ મંડળીઓ જોડાયેલી છે સાથે જ મોરબી દુધ સંઘ દ્વારા દરરોજ 1.85 લાખ લીટર દૂધ એકઠું કરે છે તેમજ 22 હજારથી વધુ દૂધ ઉત્પાદકો મોરબી દૂધ સાથે જોડાયેલા છે આ અંગે પશુપાલન સાથે સંકળાયેલા લક્ષ્મીબેન એ જણાવ્યું હતું કે પ્રતિકિલો ફેટે રૂ 10નો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે આવકાર્ય છે
પરંતુ હાલની પરિસ્થિતિમાં પશુ ઓનેશ નિભાવવા માટે જે ખર્ચ થાય છે તે જોતા આ ભાવ વધારો યોગ્ય ન કહી શકાય ગત વર્ષે પ્રતિ કિલો ફેટના રૂપિયા 680 હતા જ્યારે હાલ 650 થયો છે ખરેખર તો પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂપિયા 700 ચૂકવવામાં આવે તો જ પોસાય તેમ હોવાનું જણાવ્યું હતું