અબતક,ઋષી મહેતા, મોરબી

હળવદ પંથકમાં ખંડણીખોરો ફાટીને ધુમાડે ગયા હોય તેમ યાર્ડના વેપારીઓ પાસેથી અવારનવાર ખંડણી માંગી ધાક ધમકી આપતા હોવાથી કંટાળી ગયેલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવ્યા બાદ  આજથી અચોક્કસ મુદ્દત માટે યાર્ડ બંધ કરવામાં આવ્યું છે.

હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાસેથી ખંડણીખોરો બેફામ બની અવાર નવાર ઊંચી રકમની માંગણી કરતા હોવાથી વેપારીઓએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને આવેદનપત્ર આપ્યા બાદ રેલી સ્વરૂપે હળવદ પોલીસ મથકે રજુઆત માટે આવી  લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.

ત્યાર બાદ આજથી જ્યાં સુધી આ ત્રાસનો નિવેડો ન આવે ત્યાં સુધી  અચોક્કસ મુદત માટે હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.આ મામલે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને સત્તાધીશોએ મોરબી જિલ્લાના ડીવાયએસપી રાધિકા ભારાઈ વચ્ચે બેઠક યોજાઈ હતી. છતાં પણ વેપારીઓએ તેમની માંગ પર અડગ રહી અચોક્કસ મુદત સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખતા યાર્ડ બંધ રહેશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.