વગર વાંકે હોટલના સંચાલક પર હુમલો કરનાર શખ્સને લોકોએ ઝડપી પોલીસને સોંપી દીધો

અબતક,મેહુલ ભરવાડ, હળવદ

હળવદ શહેરમાં આજે બપોરના એક અજાણ્યા યુવાને ચાની હોટલ ના ધંધાર્થીને વિના કારણે દાતરડા નો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા

બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ હળવદના બસ સ્ટેશન રોડ પરના વળાંક પર મેલડી માતાજીના મંદિર પાસે ચાની લારી ઊભી રાખી ધંધો કરતા નવલગીરી હિંમતગિરી ગોસ્વામી ઉંમર 65 ને અજાણ્યા શખ્સે વિના કારણે સરીરના પાછળના ભાગે દાતરડાં નો ઘા ઝીંકી દેતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા

વધુમાં આ યુવાને બંગડી, બોપટી ની ધંધાથી મહિલા સાથે પણ માથાકૂટ કરી હતી જોકે ત્યાં થી આ શખ્સે બાજુમાં વિના વાંકે ચા વેચતા વૃદ્ધને અડફેટે લીધા હતા જોકે આ બનાવ બન્યા બાદ આજુબાજુના લોકો દ્વારા આ યુવાનને પકડી લઈ પોલીસને જાણ કરી પોલીસને સોંપી દીધો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.