આર્મીના નામે ફોડ કંપની દ્વારા ઓનલાઇન સસ્તામાં વેચાણ કરવાનું કરી ઠગાઇ કરતી ગેંગ સામે સતર્ક રહેવા અપીલ
હળવદના માલણીયાદ ગામે રહેતા માધવભાઈ પરમાર નામના વ્યક્તિને ટ્રેક્ટર ખરીદી કરવાનું હોય તે અરસામાં ફેસબૂક પર ટ્રેક્ટરની માહિતી મળતા ટ્રેક્ટર લેવા માટે સંપૂર્ણ માહિતી એકઠી કરી સંપર્ક કરતા એક લાખ 55 હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપના ઘરે પહોંચી જશે તેવી લાલચ આપી સૌપ્રથમ વખત 8500 નો હપ્તો ત્યારબાદ રૂ.25000, રૂ.35000 જેવી અલગ અલગ રકમ સહિત કુલ રૂ. 1,11,000 જેટલી રકમો પડાવી લઈ છેતરપિંડી આચર્યા નો બનાવ બનવા પામ્યો છે.
જેમાં છેત્તરબાજો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારું ટ્રેક્ટર અમદાવાદ થી નીકળી ચૂક્યું છે રૂ. 25,000 જેટલી રકમ નખાવી આપો. ત્યારબાદ વિરમગામ પાસે તમારું ટ્રેક્ટર પહોંચી ચૂક્યું છે 35,000 જેટલી રકમ નખાવી આપો એમ અલગ અલગ લોકેશન આપી ખેડૂત પાસેથી રૂ. 1,11,000 જેટલી રકમ ઓનલાઈન પડાવી લીધી હજુ પણ તમારું ટ્રેક્ટર તમારા ઘરે પહોંચી જશે બાકીની રકમ નાખી દો તેવી રીતે ખેડૂતને પોતાની જાળમાં ફસાવી સંપૂર્ણ રકમ પચાવી પાડવાનો કારસ્તાન સામે આવ્યું છે
ખેડૂતે હળવદ પોલીસ સ્ટેશન એ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી ત્યારબાદ સાયબર ક્રાઇમ મોરબી ખાતે ફરિયાદ કરવાની હાથ ધરવામાં આવી છે.ઇન્ડિયન આર્મી ના નામે ઘણા બધા ફ્રોડ કંપનીના લોકો તમને ઓનલાઈન વસ્તુ સસ્તી બતાવી ફ્રોડ આચરતા હોય છે સાવચેત રહો સતર્ક રહો અને આવી કોઈ ઘટના બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા આપને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.