હળવદમાં ભાજપના નેતાઓ દ્વારા અવારનવાર નાની મોટી રજૂઆતો છેક ગાંધીનગર સુધી કરવામાં આવે છે પરંતુ રજૂઆત કરવામાં સુરા ભાજપના નેતાઓ પોતાની સરકારમાં પરિણામ મેળવવામાં શુન્ય સાબિત થયા હોવાનું સામે આવ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓ દ્વારા નર્મદા કેનાલ ચાલુ કરવામાં આવે હળવદ માર્કેટ યાર્ડ ખાતે ચણાનું ખરીદી સેન્ટર ચાલુ કરવામાં આવે આવી કેટલીક રજૂઆતો તો કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતો માત્ર કહેવા પૂરતી જ કરવામાં આવી હોય તેમ ઉપરોક્ત બંને રજૂઆતો માંથી એક પણ રજૂઆત ફળી નથી એટલે કહેવાનું મન થાય કે રજૂઆત કરવામાં સુરા ભાજપના નેતાઓ પરિણામ મેળવવામાં શુન્ય સાબિત થઈ રહ્યા છે
ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા કેનાલ બંધ થતાં તે ચાલુ કરવા માટે રજૂઆતો કરાઈ હતી ત્યાર બાદ થોડા જ કલાકો બાદ પૂર્વ મંત્રી જેન્તીભાઈ કાવડિયા દ્વારા પણ રજૂઆતો કરાઈ હતી પરંતુ આ બંને નેતા માંથી એક પણ ની રજૂઆત હજુ સુધી ફરી નથી જ્યારે થોડા દિવસ પહેલા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી એ હળવદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી સેન્ટર ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ તે પણ હજુ ચાલુ થયું નથી
જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાગૃત લોકો જણાવી રહ્યાં છે કે ખાલી કાગળ માં રજૂઆતો નહીં પરિણામ પણ મેળવો અને એક થી જો ન થતું હોય તો બંને સાથે આવી કામ કરો બાકી હાલ તો તમારા બંનેની લડાઈમાં તાલુકાની પ્રજા હેરાન થઈ રહી છે. !!!