હળવદ હાઇવે જાણે એક્સીડેન્ટ ઝોન બની ગયું હોય એમ રોજ બરોજ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક ખાનગી ટ્રાવેલ્સનો અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી મુજબ હળવદથી સુરેન્દ્રનગર જતી રામરાજ નામની ખાનગી ટ્રાવેલ્સને હળવદ તાલુકાના કવાડિયા ગામ નજીક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે બસમાં સવાર લોકોમાંથી નવથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાના અમુક લોકોને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. અમુક લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે
ઈજાગ્રસ્તોના નામ
મળતી પ્રાથમીક માહિતી મુજબ મફાભાઈ ખીમાંભાઈ ડાભી (રહે.સુરેન્દ્રનગરઉ.વ.૪૨),મીનાબેન રાજુભાઇ (રહે.કોઢ તા.ધ્રાંગધ્રા ઉ.વ.૩૫),તકુબેન કરમશીભાઈ (રહે.સુરેન્દ્રનગર ઉ.વ.૬૦),ફૈજુનબેન અકબરભાઈ (રહે.ભરાળા ઉ.વ.૪૨),નસીમબેન નાસીરભાઈ (ઉ.વ.૪૦),સમીમબેન નાસીરભાઇ સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ મળી નવથી વધુ લોકો લોકો ઈજાગ્રસ્ત થયા છે.