પરીક્ષા આપવા મુદે બે શિક્ષીકાઓને વિદ્યાર્થીનીઓને મારમારી 4 કલાક ગોંધી રાખ્યાનો આક્ષેપ: શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ
અબતક, ઋષી મહેતા, મોરબી
હળવદના મેરુપર ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં વિવાદ સામે આવ્યો હતો જેમાં 17 જેટલી વિદ્યાર્થિનીઓને શિક્ષિકાઓ ત્રાસ આપતી હોય જેથી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી જેથી સમગ્ર મામલે વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો.
જેમાં વધુ માહિતી અનુસાર હળવદ તાલુકાના મેરૂપર ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં અભ્યાસ કરતી 17 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તમામ વિદ્યાર્થીનીઓને હળવદ સરકારી હોસ્પિટલે ખસેડસવામાં આવી હતી જે બાબતે વિદ્યાર્થીનીઓને ભણાવ્યા વગર પરીક્ષા આપવાનું કહીને શિક્ષિકાઓ ત્રાસના આપતા હોવાથી તબિયત લથડી હોવાના આક્ષેપો કર્યા હતા જે સમગ્ર મામલે આજર વિદ્યાર્થીનીઓ ના વાલીઓ એ બાલિકા વિધાલય ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો છે અને શાળાના આચાર્યપણ શિક્ષિકાઓ પર આક્ષેપ કરી રહયા છે ત્યારે બીજી તરફ આ સમગ્ર મામલો આચાર્ય અમૃતાબેન જ ઉભો કરતા હોવાનો શિક્ષિકાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને જો વિધ્યાર્થીનિઓને માર માર્યો હોયતો ક્યાક ઇજા દેખાવી જોઈએ જે જોવા મળતી એવું શિક્ષિકાઓનું કહેવું છે જોકે મોરબીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ હાલમાં મેરૂપર કસ્તુરબા ગાંધી બાલિકા શાળા ખાતે પહોંચી છે અને સમગ્ર વિવાદ મામલે તપાસ હાથ ધરી છે.