સમારકામ હાથ ધરવા માળિયા કેનાલ કરાઈ બંધ :ખેડૂતો ચિંતિત
હળવદના રણમલપુર ગામ પાસે અઠવાડિયા પહેલાં જ બનાવેલા નાળામા તિરાડો પડતાં તાત્કાલીક ધોરણે જેસીબી વડે માટી કામથી તિરાડ મોટી થતા અટકાવી હતી. આજુબાજુ વિસ્તારમાં ઉભાપાકને બચાવી તેમજ મોટી નુકશાની અટકાવવામાં સફળતા મેળવી હતી.
આ બનાવના પગલે બે દિવસ પહેલાં શરૂ કરાયેલી નર્મદા કેનાલ બંધ કરાવવામાં આવી હતી. આ કેનાલ બંધ થતાં ખેડૂતોમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું હતુ તો બીજી બાજુ આ બનાવને પગલે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા.
હળવદ માળિયા બ્રાંચ કેનાલ શરૂ થઈ એનો આનંદ હજુ ખેડૂતોએ માણ્યો પણ નહોતો ત્યાં ભ્રષ્ટાચારની ભેટ ચડેલી નર્મદા કેનાલનુ ખરાબ કામ છાપરે ચડી પોકારી ઉઠ્યું. હળવદના રણમલપુર ગામ પાસે નર્મદા નહેરનુ નાળૂ બનાવ્યાને હજુ અઠવાડિયુ થયું છે ત્યાં કેનાલમાં તિરાડ પડવાથી કોન્ટકટરોની પોલ ઉઘાડી થઈ છે.
આ તિરાડો પડતા લોકો નર્મદા કેનાલ પર ચાલતા કન્ટ્રક્શન દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી વડે માટીકામ કરી કેનાલ તૂટતાં બચાવી અને ખેડૂતોના ઉભાપાકને બચાવી મોટી નુકશાની અટકાવી હતી. હજુ બે દિવસ પહેલા જ કેનાલ શરૂ થઈ હતી અને આમ કેનાલ બંધ થતાં ખેડૂતો પરેશાન થઈ જવા પામ્યાં છે.
આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઇ પટેલ, સરપંચ અમરતભાઈ, જે.પી પટેલ, કનૈયાલાલ, વિપુલભાઈ,પરેશભાઈ, વાસુદેવભાઈ, જીતેન્દ્ર ભાઈ સહિતનાઓએ જણાવ્યું હતું કે આવા ખરાબ કામગીરી કરતાં ભ્રષ્ટ કોન્ટકટરોને સરકારે બ્લેકલીસ્ટ કરવા જોઈએ.