નવા દેવળીયા ગામે બનતા પશુ દવાખાનાનુ કામ અટકાવતા ગ્રામજનો: અધિકારીઓ થયા દોડતા
ગામ હોયકે શહેર હંમેશા સરકારી કામમાં ભ્રષ્ટાચાર નો ભોંરીગ ફુફાડા મારતોજ હોય છે ત્યારે હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે લાખો રૂપિયાના ખર્ચે પશુ દવાખાના નું નિર્માણ થઈ રહ્યુ છે જેમાં એસ્ટીમેટ મુજબની કામગીરી થતી ન હોવાથી આજે ગ્રામજનોએ હલકી ગુણવત્તાનુ કામ અટકાવ્યુ હતું. કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામના બીમ કોલમ આડેધડ અને લેવલ વગરના બાંધવામાં આવતા હોવાની ફરીયાદ ને પગલે અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી અને પંચરોજકામ કરી ક્ષતિઓ દુર કર્યા પછી જ કામગીરી ચાલુ કરવા સુચના આપી હતી.
હળવદના નવા દેવળીયા ગામે ૨૨ લાખ ના ખર્ચે વેટરનીટી હોસ્પિટલનુ બાંધકામ ચાલી રહ્યું છે જેમાં બાંધકામ એસ્ટીમેટ મુજબ થતુ ન હોવાથી અને અધુરાશો જણાઈ આવતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું. આ પશુ દવાખાનામાં બાંધકામમાં કોઈપણ કોલમ કે ખૂણાનું માપ પૂર્ણ હતું જ નહીં જેના કારણે ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
જેથી પશુ દવાખાનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉભી થઈ હતી જેમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ, માટીવાળી રેતી અને યોગ્ય માપ સાઈઝમાં કોલમ,બીમ કે લાઈન લેવલથી થતું ન હોવાથી દેવળિયાના ગ્રામજનો નવા બનતા પશુ દવાખાને દોડી આવ્યા હતા અને સમગ્ર કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ બનાવના પગલે હળવદ બાંધકામ વિભાગના એન્જિનિયર દોડી આવ્યા હતા અને ગ્રામજનોની રજુઆત અન્વયે બાંધકામની જાત ચકાસણી હાથ ધરી હતી.સાથે બાંધકામનો મલબો એક સ્થળે એકત્ર કરવામાં આવે અને યોગ્ય રીતે કોલમ ઉભા કરી અને મેજર માપ લઈ જે પણ ક્ષતિઓ હતી તેને પૂર્ણ કરી વચ્ચેના ભાગમાં જેટલો મલબો પડેલો છે તે બહાર ફેકીને યોગ્ય લેવલ સુધી એકદમ ચોખ્ખું બનાવીને પછી કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું તેમજ કોઈપણ કામમાં જરા પણ કચાસ ચાલશે નહીં તેવી કડક સુચના આપવામાં આવી હતી.