અબતક,ઋષી મહેતા, મોરબી

હળવદથી નજીક આવેલી વિવેકાનંદ સાયન્સ એકેડેમી વિદ્યાર્થી દ્વારા ભગવાન શિવની મુખાકૃતિ દોરીને મહાશિવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ ઉપરાંત શિવરાત્રી નિમિતે ભગવાન શિવનું પૂજન અર્ચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાકાશી તરીકે ઓળખાતા હળવદમાં મહાશિવરાત્રી પર્વ અને હળવદના 534 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદની વિવેકાનંદ સાયન્સ એકેડેમી રહીને ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા કંડિયા દીપ અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા મોરી ઉમેશે શાળા પ્રટાંગણમાં વિશાળ આકારમાં ભગવાન મહાદેવ (શિવ ) ની મુખાકૃતિ દોરીને આ પાવન દિવસે મહાશિવરાત્રીની ઉજવણી અનોખી રીતે કરી હતી.

વિદ્યાર્થીઓએ 4:00 કલાકની જબરી જહેમત બાદ આબેહૂબ રંગોળી બનાવી હતી. આ વિચારને શાળા સંકુલનાં એમડી ફેફર સાહેબ, સંકુલનાં કેમ્પસ ડાઇરેક્ટર પઢીયાર સાહેબે આવકર્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં બોર્ડની પરીક્ષા ચાલુ થવાની હોવાથી વિદ્યાર્થી દ્વારા સૌ વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી ઉન્નતિના શીખરો સર કરે તેવા આશીર્વાદ અંગે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.