હળવદ તાલુકાના સુર્યનગર અને પાંડાતીરથ ગામ વચ્ચે આવેલ કડીયાણા દેવીપુજક પ્રાથમિક શાળામાં હળવદ પોલીસ દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથો સાથ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નિ:શુલ્ક સ્વેટર પણ વિતરણ કરાયા હતા.
પંથકમાં માનવતાની મહેક જગાવતી હળવદ પોલીસે પાંડાતીરથ અને સુર્યનગર ગામ વચ્ચે આવેલ કડીયાણા દેવીપુજક પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ તેમજ બટુક ભોજન કરાવી ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી. પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફના પી.આઈ. શ્રી સમા, વિજયભાઈ છાસીયા, ગંભીરસિંહ ચૌહાણ, નાથુભા, વિજયદાન ગઢવી, અજીતસિંહ,બીપીનભાઈ પરમાર, યોગેશ દાન ગઢવી, પશુ ડો.જગદીશ ભાઈ રબારી સહિતના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.