મહિલા દુધ ઉત્પાદક સંઘના બિલ્ડીંગ અને ચિલિંગ પ્લાન્ટનું સી.એમ.ના હસ્તે ખાતમુર્હુત થશે
હળવદ ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં હળવદ તાલુકાના દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રીઓની બેઠક યોજાઇ હતી આગામી તારીખ ૭ ના રોજ મોરબી દૂધ ઉત્પાદક સંઘના બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે આવતા મુખ્યમંત્રી ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા નક્કી કરાયું હતું
ગુજરાત રાજ્યના સૌપ્રથમ મોરબીમાં આવેલા એકમાત્ર મહિલાઓ સંચાલિત મહીલા દુધ સંઘ ની સ્થાપના કરવામાં આવી હતી જેના બિલ્ડીંગ અને ચીલીંગ પ્લાન્ટનું આગામી તારીખ ૭ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે સાથે સાથે મહિલા સહકાર સંમેલન પણ યોજાનાર હોય જેમાં મોટી સંખ્યામાં હાજર રહેવા જણાવાયુ છે.
આ તકે મગનભાઈ વડાવીયા, નરેન્દ્રસિંહ રાણા,વિનોદભાઈ વામજા,હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,દેવશી ભાઈ ભરવાડ, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ,ચંદુભાઈ સિહોરા તેમજ દૂધ સંઘના સિનિયર સુપરવાઇઝર બાબુલાલ પંચાલ,હળવદ બી. એમ. સી ના સુપરવાઇઝર ગૌરાંગભાઈ રામાનુજ,હાર્દિકભાઈ પંચાલ સહિતના દૂધ સંઘના કર્મચારીઓ હાજર રહ્યા હતાં