હળવદ કોર્ટે વર્ષ ૨૦૧૪ના ખનીજચોરીના કેસનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
હળવદની બ્રાહ્મણી નદીના પટમાંથી રેતી ચોરી સંદર્ભે ખાણ ખનીજ વિભાગની રેડ દરમ્યાન ખનીજ માફિયાઓ વાહનો ભાગી છૂટીને ખનિજચોરી કર્યાના વર્ષ ૨૦૧૪નો કેસ હળવદની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો અને ખાણ ખનીજ વિભાગના દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને હળવદ કોર્ટે ૧૧ આરોપીઓને દોષિત ઠેરવીને ૩ વર્ષની સજા ફટકારીને દરેક આરોપીને રૂ.૧૫-૧૫ હજારનો દંડ ફટકારો હતો.
આ ખનીજચોરીના કેસની પ્રાપ્ત વિગત મુજબ હળવદની બ્રાહ્મણી નદીના પટમાં ખનિજચોરી થતી હોવાની બાતમીના આધારે વર્ષ ૨૦૧૪માં ખાણ ખનીજ વિભાગે રેડ કરી હતી.તે વખતે ટેક્ટરોમાં રેતી ચોરી કરીને ખનીજ માફિયાઓ નાસી છૂટ્યા હતા.બાદમાં ખાણ ખનીજ વિભાગના સુપરવાઈઝર સંજયભાઈ લખણોતરાએ બ્રાહ્મણી નદીમાં ખનિજચોરી કરીને ફરાર થયેલા આરોપીઓ પ્રતાપ નાગર ભૂસડીયા, શક્તિ વિજા પોરડીયા, રસિક રમેશ કોળી, ગોપાલસિંહ જીતુભા જાડેજા, વનરાજસિંહ બળવંતસિંહ જાડેજા, મેરા ચતુર નાડિયા, દેવા નટુ ખટાણા, ખેંગાર રામજી ખટાણા, દીપકસિહ મહેન્દ્રસિંહ ઝાલા,અવચર દેવા પોરડીયા, રઘુ ગોવિદ રબારી સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસ આજે પી.ડી.જેઠવા એડી.ચીફ જ્યૂડી મેજિસ્ટ્રેટ હળવદ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી.મારવણીયાની ધારદાર દલીલો અને ખાણ ખનીજ વિભાગે રજૂ કરેલા ૭ મૌખિક અને ૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને હળવદ કોર્ટે ખનિજચોરીના કેસમાં ૧૧ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.તેમજ દરેક આરોપીઓને રૂ.૧૫-૧૫ હજારનો દંડ મળીને કુલ રૂ.૧.૬૫ લાખનો દંડ ફટકાર્યો હતો.