હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલ જીમીરાં રિસોર્ટમાં દારૂની મહેફીલ અને જુગાર ધામ ચાલી રહ્યું હોવાની બાતમી એલસીબી અને પાવાગઢ પોલીસને મળી હતી. જેથી એલસીબી અને પાવાગઢ પોલીસે છાપો મારતાં માતરના ભાજપના ધારાસભ્ય, સાત મહિલા સહિત 21 લોકો મળી આવતાં પોલીસે આ તમામ સામે જુગાર અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.
પંચમહાલના શિવરાજપુર પાસેના જીમીરા રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને હાલોલ કોર્ટે સજા સંભળાવી છે. કેસરીસિંહ સહિત 26 લોકોના જુગાર રમતા ઝડપાયા હતા, આ તમામ આરોપીઓને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. સજાની સાથે 4 હજારનો દંડ પણ ફટકારાયો છે.
અહી મહત્વનુ છે કે, ખેડાની માતર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને જુગાર રમતા ઝડપાયા હતા. કેસરીસિંહ પંચમહાલના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમતા હતાં. અહીં પોલીસે દરોડા પાડતા ધારાસભ્ય કેસરીસિંહ સાથે અન્ય 20થી વધુ લોકો પણ જુગાર અને દારૂની મહેફિલ માણતા ઝડપાયાં હતા.