અબતક, ઋષિ દવે , રાજકોટ:


2 વર્ષના વિરામ બાદ તનતોડ મહેનત કરી નવરાત્રિમાં વિવિધ
સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ આયોજનને ચાર ચાંદ લગાડશે

 

IMG 20220909 WA0014IMG 20220909 WA0016

માઁ આઘ્યા શક્તિની નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અર્વાચીન રાસોત્સવ માટે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ખેલૈયાઓ આ વર્ષે ધૂમ મચાવવા તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યા છે.રાજકોટ એક એવું શહેર છે જયાં માત્ર નવરાત્રીના 9 દિવસ જ નહી પરંતુ બારેય માસ ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી આનંદ કરે છે.છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ ઉત્સવો બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે રાજય સરકારે છૂટછાટ આપતા ખેલૈયાઓ ખુશખુશાલ છે.વિવિધ અવનવા સ્ટેપ દ્વારા અર્વાચીન રાસોત્સવમા ધૂમ મચાવવા ખેલૈયાઓ પુરા જોશથી તૈયાર છે ત્યારે ગરબા કલાસ સંચાલકોમાં પણ નવા પ્રાણ પુરાયા છે.આ વર્ષે નવા ગુજરાતી ગીતો એ પણ ધૂમ મચાવી છે જેમાં ગોરી તમે મનડા લીધા મોહી આજ, ગોરી રાધા ને કાળો કાન, ક્રિષ્ના તને શોધે તારી રાધા સહિતના ગીતો અર્વાચીન રાસોત્સવમા સાંભળવા મળશે.

 

અર્વાચીન રાસોત્સવમાં અવનવા સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ ધૂમ મચાવશે

આ વર્ષે વિવિધ સ્ટેપ્સ ખેલૈયાઓ શીખી રહ્યા છે જેમાં ફેન્સી ટિટોળો ,રંગત, અવનવી સ્ટાઈલના કપલ રાસ ,ઘુમર ટીટોડો, તેમજ કોમ્પિટિશન સ્ટેપ એવા ચોકડી રાસ , સીક્સ સ્ટેપ રિવર્સ ,ફોર સ્ટેપ ,મધુબંસી જેવા સ્ટેપ્સ રમીને દિવસ-રાત ખેલૈયાઓ પરસેવો પાડી રહ્યા છે.2 વર્ષ બાદ અર્વાચીન રાસોત્સવમા રમવા મળતા ખેલૈયાઓમા અનોખો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે.

“ગોરી તમે મનડા લીધા મોહી આજ ” ગીત પર સ્ટેપ ધૂમ માચાવશે : નરેન્દ્ર વાજા (ગરબા કલાસ સંચાલક)

Screenshot 5 6

નરેન્દ્ર વાજાએ જણાવ્યું હતું કે 2 વર્ષ થી કોરોનાને કારણે હેરાન થઈ ગયા છીએ. કોવિડને લીધે નવરાત્રી થઈ જ નથી.આ વર્ષે જુસ્સો જ અલગ છે.અમે પણ નવા નવા સ્ટેપ્સ બનાવી ખેલૈયાઓને તૈયાર કરી રહ્યા છીએ.નવું સોંગ્સ કે જે સોશિયલ મીડિયાની રિલ્સ પર ખૂબ ફેમસ બન્યું છે એ સોંગ્સ પર સ્પેશિયલ સ્ટેપ બનાવેલ છે આ સ્ટેપ ગ્રાઉન્ડ પર ધૂમ મચાવશે.. ખેલૈયાઓમાં જુસ્સો ખુબજ છે.

 

ચાર ગણા ઉત્સાહ સાથે ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે : દિપક પટેલ (ગરબા કલાસ સંચાલક)

Screenshot 8 4

દિપક પટેલે જણાવ્યું હતું કે ચાર ગણા ઉત્સાહ સાથે ખેલૈયાઓ અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યાં છે.રાજકોટમા બારેય માસ તમામ તહેવારોમાં ગરબા તો લોકો રમે જ છે . વેસ્ટર્ન સ્ટેપ, સાલસા સ્ટેપ,ત્રણ તાલી સહિત વેરિએશન સ્ટેપ્સ અત્યારે ખુબજ રમી રહ્યા છીએ.બધી જ જગ્યાએ પાસ લેવામાં લોકો પડાપડી કરી રહ્યા છે અને 50% જેટલું પાસ બુકીંગ પણ થઈ ગયું છે.નવરાત્રીમાં ધૂમ મચાવવા અમે સજ્જ છીએ.

 

જુદા જુદા ચણીયા ચોલી કર્યા બુક,આ વર્ષે પુરજોશમાં એન્ટ્રી કરીશું :હિના પટેલ (ખેલૈયા)

 

Screenshot 6 4

હિના પટેલે જણાવ્યું હતું કે નવરાત્રીની પ્રેક્ટિસ સાથે ચણીયા ચોલી, ઓરનામેન્ટ્સ પણ અમે બુક કરી લીધા છે.જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છીએ.એક અલગ જ ઉત્સાહ ભર્યો માહોલ અત્યારે બની ગયો છે.સીઝન પાસ પણ અમે બુક કરી લીધા છે.હવે તો બસ રાહ જોઈ રહ્યા છીએ કે નવરાત્રી ક્યારે આવે.

 

તનતોડ મહેનત કરી છે,આ વર્ષે અર્વાચીન રાસોત્સવમાં ધૂમ મચાવશું : અર્ચના પટેલ (ખેલૈયા)

Screenshot 9 1

બપોરે અને રાત્રે બંને ટાઈમ અમે પ્રેક્ટિસ કરીએ છીએ.જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ઉત્સાહ તો બમણો થાય જ છે પણ આ વર્ષે ગરબા રમીને ભુક્કા કાઢીશું તેવો અત્યારે માહોલ છે.કોવિડમાં સૌથી વધુ મેન્ટલ હેલ્થ ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી ત્યારે ગરબા રમવા માત્ર નવરાત્રી માટે જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખુબજ સારી બાબત છે.કસરત ખુબજ થઈ જાય છે.નવરાત્રીમાં પહેરવાના ચણીયા ચોલી બુક થઈ ગયા છે.પ્રેક્ટિસની સાથે અમે ડાયેટ નો પણ ખ્યાલ રાખીએ છીએ.

 

2 વર્ષ નથી રમ્યા તો એવું લાગ્યું વર્ષોથી નવરાત્રિથી દુર રહ્યા છીએ : આશા પટેલ (ખેલૈયા)

Screenshot 10 1

2 વર્ષ નવરાત્રી નથી રમ્યા તો જાણે એમ લાગી રહ્યું છે કે વર્ષો થી નવરાત્રીથી દુર રહ્યા છીએ. 4 નથી 10 ગણો ઉત્સાહ છે.આ વર્ષે સમગ્ર રાજ્યમાં રાજકોટિયન તો ધૂમ મચાવશે જ.ઘુમર – વેસ્ટર્ન ટીટોડો રમવો ખુબજ ગમે છે.અવનવા તો ઘણા સ્ટેપ્સ અમે રમી રહ્યા છીએ.

 

ગરબા રમવા હેલ્થ માટે પણ ખૂબ સારા : નેહા વોરા (ખેલૈયા)

Screenshot 7 3

નેહા વોરાએ જણાવ્યું હતું કે નવરાત્રી માટે સવાર અને સાંજ પ્રેક્ટિસ કરીએ છીએ જેને કારણે માઈન્ડ ફ્રેશ પણ થાય છે.કોવિડમાં સૌથી વધુ મેન્ટલ હેલ્થ ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી ત્યારે ગરબા રમવા માત્ર નવરાત્રી માટે જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખુબજ સારી બાબત છે.કસરત ખુબજ થઈ જાય છે.

અમે તો બસ હવે રાહ જોઈ રહ્યા છીએ કે જલ્દીથી નવરાત્રી આવી જાય અને અમે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની ગરબે ઘૂમીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.