સ્મગલિંગ ઉપર અંકુશ લાવવા સરકાર આકરા નિયમો બનાવવા તૈયાર !!!
હાલ ભારતમાં હોલમાર્કનો ગોરખધંધો દિન પ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે લોકો સાથે છેતરપિંડી પણ થઈ રહી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ સરકારે સ્મગલિંગ ઉપર અંકુશ લાવવા આકરા નિયમો પણ બનાવા માટેની મથામણ પણ શરૂ કરી દીધી છે. હાલ બજારમાં નકલી હોલમાર્કવાળા સોનાના ઘરેણાંની સંખ્યમાં અધધ વધારો નોંધાયો છે. સમગ્ર વિશ્વમાં ભારતીય લોકો વિશ્વમાં બીજા ક્રમે છે જે સોનાં ખરીદી કરી રહ્યા હોઇ.
હોલમાર્ક ના ગોરખધંધાનો કાળો વ્યાપાર સરકાર સામે આવી ગયો છે અને તેના ઉપર સરકાર આકરા પગલા લેવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ સોનાના ઘરેણા હોલ માર્કિંગને ફરજિયાત બનાવી દીધું છે તેમ છતાં ભારતમાં હજી નકલી હોલમાર્ક વાળા સોનાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જે નકલી હોલમાર્ક વાળા સોનાના ઘરેણા બજારમાં મળી રહ્યા છે તે બજારભાવ કરતા 200 થી 300 રૂપિયા પ્રતિ ગ્રામ ઓછા ભાવવાળા હોવાથી ગ્રાહકો લલચાઈ જાય છે પરંતુ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર હવે સોનાના ઘરેણા ઉપર વધુ આકરા નિયમો બનાવવા તત્પર થયું છે. તજજ્ઞોનું માનવું છે કે સરકારે જે સોના ઉપરની આયાત ડ્યુટી વધારી છે તેના કારણે દાળ ચોરી થયેલું સોનું ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક બજારમાં ફરી રહ્યું છે અને તેને ઘરેણામાં પણ રૂપાંતરીત કરવામાં આવે છે.
સોનાની આયાત વધતાની સાથે જ સરકારને જે ટેક્સ રેવન્યુ ઊભી થવી જોઈએ તેમાં પણ અનેક અંશે ઘટાડો નોંધાયો છે. નકલી હોલમાર્ક વાળા સોનાની ખરીદી કરતા ગ્રાહકો પણ છેતરાઈ રહ્યા છે. ત્યારે આ તમામ વાતોની ગંભીરતાને ધ્યાને લઇ કાર વધુ આકરા નિયમો બનાવશે.