શું છે ચાંદીના ઝવેરાતની ગુણવત્તા ચકાસણીના માપદંડ??
આપણા દેશમાં લગ્ન અને તહેવારોની મોસમ આવતાં જ લોકોમાં સોના ચાંદીના ઘરેણાંની માંગ ભારે જોવા મળતી હોય છે એમાં પણ ખાસ કરીને દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો આડા રહ્યાં છે. ધન તેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી એ શાસ્ત્રો મુજબ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા 1જૂન 2022 થી સોનાનાં ઘરેણાં ને હોલમાર્કિંગ કરવા જરૂરી છે તેવો કેવો કાયદો દેશભરમાં પસાર થયો છે પરંતુ ત્યારે પ્રશ્ન એ થાય છે કે ચાંદીનાં દાગીનાની ખરાઈ કરી રીતે કરવી, કે તેની ગુણવત્તા કઈ રીતે માપી શકાય? ન્યુ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયન રુલ્સના (બીઆઈએસ) મતે સોનાનાં દાગીનાની જેમ ચાંદીના આભૂષણોના વેચાણ માટે તે હોલમાર્ક કરેલા હોવાં જ જોઇએ એવું ફરજિયાત નથી કારણકે હજુ ચાંદીના દાગીના માટે કોઈ બીઆઇએસ દ્વારા હોલમાર્કિંગ એકટ નકકી કરવામાં આવ્યું નથી.જોકે ચાંદીના દાગીના ઉપર હોલમાર્કિગ ફરજિયાત નથી પરંતુ સરકાર દ્વારા ચાંદીના ઝવેરાતની ગુણવત્તા ચકાસણી માટે સિલ્વર જ્વેલરી હોલમાર્કિંગના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. બીઆઈએસના મત મૂજબ ચાંદીની ખરાઈ માટે ગુણવત્તા માપન ના 6 ધોરણો જેવાકે 990, 970, 925,900 835 અને 800 નક્કી કરવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ જ્વેલર્સ દ્વારા ચાંદીના દાગીના બનાવવામાં થાય છે.સોનાના ઝવેરાતની જેમ, જ્વેલર હોલમાર્કવાળા ચાંદીના ટુકડા માટે વધારાના ચાર્જ વસૂલશે. જ્વેલર દરેક હોલમાર્કવાળા ચાંદીના દાગીના માટે 18%ના દરે લેખે વધારાના રૂ. 35 વત્તા ૠજઝ વસૂલ કરે શકે.જેના પર જ્વેલર દ્વારા દરેક પ્રકારની ખરાઈ સાથેની વિગતનું બિલ આપવુ જરૂરી છે.
ચાંદીનાં ઘરેણાંની ખરાઈ નીચે આપેલ ધોરણોને આધારે નક્કી કરાય છે
ચાંદીમાં સૂક્ષ્મતા. જ્વેલરીમાં ચાંદીની શુદ્ધતા
990 ચાંદીની 99% શુદ્ધતા
970 ચાંદીની 97% શુદ્ધતા
925 ચાંદીની 92.5% શુદ્ધતા
900 ચાંદીની 90% શુદ્ધતા
835 ચાંદીની 83.5% શુદ્ધતા
800 ચાંદીની 80% શુદ્ધતા
- ચાંદીનાં ઘરેણાં ઉપર બીઆઈએસ દ્વારા હોલમાર્ક તેવું કેવી રીતે કહી શકાય?
- હોલમાર્કવાળી ચાંદીની જ્વેલરીમાં નીચેના ચિહ્નો હોવા જોઈએ.
1) ’જઈંકટઊછ’ શબ્દ સાથે ઇઈંજ ચિહ્ન
2) શુદ્ધતા ગ્રેડ/ચાંદીની સુંદરતા
3) પરીક્ષા કેન્દ્રનું ઓળખ ચિહ્ન
4) જ્વેલરનું ચિહ્ન/ઉત્પાદકનું ઓળખ ચિહ્ન