આગામી વર્ષથી જવેલર્સો માત્ર 14, 18 અને 22 કેરેટ હોલમાર્કિંગવાળા દાગીના જ વેંચી શકશે
આવનારા 2021ની સાલથી દેશભરમાં સોનાના વેપારીઓ હોલમાર્કવાળા સોનાના દાગીના જ વહેંચી શકશે જેમાં 14, 18 અને 22 કેરેટનો સમાવેશ કરવામાં આવશે. ક્ધઝયુમર અફેર મિનીસ્ટર રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, જો કોઈ આવનારા વર્ષથી કોઈ ઝવેરીઓ હોલમાર્ક વિનાના સોનાના દાગીના વહેંચશે તો તેઓને દંડિત કરવામાં આવશે અને એક વર્ષની જેલની સજા પણ ફરમાવવામાં આવશે ત્યારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસ દ્વારા ઝવેરીઓને એક વર્ષનો વધુ સમય આપવામાં આવ્યો છે જે સમય દરમિયાન તેઓએ તેમના સોનાના દાગીનાનું હોલ માર્કિંગ કરાવવું ફરજીયાત બન્યું છે જેથી સોનાની ગુણવતા જળવાય રહે.
ક્ધઝયુમર અફેર મિનીસ્ટ્રીએ ગ્રાહકોને દાગીના લેતા પહેલા અમુક પ્રકારની ચકાસણી કરવા માટે પણ સુચવ્યું છે જેમાં બીઆઈએસ માર્ક, કેરેટની શુદ્ધતા, ઝવેરીની પેઢીનું નામ અને ઝવેરીનો આધાર-પુરાવો આ તમામ પ્રકારની માહિતીઓની ચકાસણી કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. ક્ધઝયુમર અફેર મિનીસ્ટ્રી દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે કે આવનારી 15મી જાન્યુઆરી 2021 સુધીમાં સોનાના દાગીનામાં હોલમાર્કિંગ કરાવી લેવું ફરજીયાત છે અને આ નવો નિયમ આગામી 16મી જાન્યુઆરી 2021થી અમલી બનાવવામાં આવશે. બીઆઈએસ દ્વારા હોલ માર્કિંગ સ્કિમ કે જે સોનાના દાગીના માટે નિર્ધારિત કરવામાં આવી છે જે એપ્રિલ 2000થી શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું છે જેમાં અંદાજે 40 ટકા જેટલા સોનાના દાગીનાનું હોલમાર્કિંગ શકય બન્યું છે ત્યારે બાકી રહેતા 60 ટકા સોનાના ઘરેણાને ચાલુ વર્ષમાં જ હોલ માર્કિંગ કરાવવા માટેની તાકીદ કરાઈ છે. ક્ધઝયુમર અફેર મિનીસ્ટ્રીનાં સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ તેઓએ સોનાના ઝવેરીઓને એક વર્ષનો સમય આપ્યો છે અને સુચિત કરવામાં આવ્યા છે કે તેઓ આગામી વર્ષથી 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટનાં જ ઘરેણાઓ વહેંચી શકશે.
હાલ બીઆઈએસ દ્વારા 892 હોલમાર્કિંગ કેન્દ્રો 234 જિલ્લાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં 28,849 ઝવેરીઓએ બીઆઈએસ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે ક્ધઝયુમર અફેર મિનીસ્ટ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ દેશનાં દરેક જિલ્લાઓમાં હોલમાર્કિંગ સેન્ટર સ્થાપિત કરશે અને ચાલુ વર્ષના અંત સુધીમાં તમામ ઝવેરીઓની નોંધણી પણ કરશે જે માટે મેગા અવેરનેસ કેમ્પેઈન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, હોલ માર્કિંગ ફરજીયાત કરતાની સાથે જ જે રીતે ગ્રાહકોને છેતરવામાં આવે છે અને તેમની સાથે છેતરપીંડી કરવામાં આવે છે તે હવે નહીં થાય. કારણકે સોનાના તમામ ઘરેણાઓમાં શુદ્ધતા ફરજીયાત બની છે. આ તકે બીઆઈએસનાં વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે કોઈ ઝવેરી હોલમાર્કિંગ અંગેના નિયમોનો ભંગ કરશે તો તેઓને એક લાખથી વધુનો દંડ કરવામાં આવશે અને એક વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવશે. હાલ ભારત દેશ વાર્ષિક 700 થી 800 ટન જેટલું સોનુ આયાત કરે છે ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના ડેટા મુજબ ભારતની જે સોનામાં માંગ રહેતી હોય છે તે 2019નાં વર્ષમાં ઘટી 496.11 ટનની રહી હતી જે પહેલા 523.9 ટન જેટલી રહેવાનું સામે આવ્યું છે. 2018માં ભારતની સોનાની માંગ 760.4 ટનની રહેવા પામી હતી ત્યારે ક્ધઝયુમર અફેર મિનીસ્ટ્રી દ્વારા હોલ માર્કિંગને ફરજીયાત બનાવતાની સાથે જ ગ્રાહકોના હિતમાં નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.