- જૈનોના આસ્થાના કેન્દ્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તેમજ દારૂ-નોનવેજના વેચાણ પર રોક લગાવતી કેન્દ્ર સરકાર
- દેશભરના જૈન સમાજના પવિત્ર તીર્થ સ્થળ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાને લઈને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે કેન્દ્ર સરકારે જૈન સમાજની લાગણી-માંગણી એટલે કે રજૂઆતને ધ્યાને લઈ સમ્મેદ શિખરજી પર માંસ, દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવા ઝારખંડ સરકારને નિર્દેશ આપ્યો છે.
સમ્મેદ શિખરને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પર્યારવણ મંત્રાલયે સમ્મેદ શિખરને લઈને જૈન પ્રદર્શનકારીઓની માગ સ્વીકારી છે. સમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા તેની પવિત્રતા જોખમાવાને લઈને જૈન સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યો છે.
જેને લઈને કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને નિર્દેશ કર્યો છે કે પારસનાથ તીર્થ સ્થળ પર માંસ, દારૂ સહિતની ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્દેશ કર્યો છે. આ સાથે આ સાથે ફાસ્ટ લાઉડ મ્યુઝિક વગાડવા પર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પ્રાકૃતિક શાંતિને ખલેલ ન પહોંચાડવા અંગે પણ તાકીદ કરાઈ છે.
ઝારખંડમાં સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવા માટેના નિર્ણયનો જૈન સમાજ દેશભરમાં વિરોધ કરી રહ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે જૈન સમાજની રજૂઆતોને ધ્યાને લઈ મોટો નિર્ણય લેતા પ્રવાસન અને ઈકો ટુરિઝમ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે.
આ સમગ્ર મુદ્દે એક કમિટી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ એ પણ કહેવાયુ છે કે ઝારખંડ સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પારસનાથ પર્વત મામલે સમિતિ બનાવતા જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર સમિતિમાં જૈન સમુદાયના બે સદસ્યોને સામેલ કરે. જેમા એક સ્થાનિક જનજાતિય સમુદાયના સદસ્યનો પણ સમાવેશ કરવામાં આવે.
કેન્દ્ર સરકારે રાજ્યને વર્ષ 2019ની અધિસૂચનાના ખંડ 3ની જોગવાઈ પર રોક લગાવવા અને રાજ્યને તેના પર કાર્યવાહી કરવામાં આદેશ પણ આપ્યા છે.
સમ્મેદ શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર શા માટે?
સમ્મેદ શિખરજી ઝારખંડના ગિરિડીહમાં મધુવનની પહાડીઓમાં સ્થિત છે અને એ જગ્યા પર જ જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોએ આ પ્રદેશમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી. એ કારણે આ સ્થાન જૈન સમુદાય માટે ખૂબ જ આદરણીય છે. જો કે માત્ર જૈન તીર્થંકરો જ નહીં પણ લાખો ઋષિમુનિઓએ સમ્મેદ શિખરથી મોક્ષ મેળવ્યો છે અને સમ્મેદ શિખરજી પર 20 તીર્થંકરોના મોક્ષ સ્થાનો બનાવવામાં આવ્યા છે, જે ટોંકના નામે હાલ ઓળખાય છે.
ઝારખંડ સરકારને જૈન અગ્રણી સાથેની કમિટી બનાવવા નિર્દેશ
સમગ્ર મુદ્દે એક કમિટી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ એ પણ કહેવાયુ છે કે ઝારખંડ સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પારસનાથ પર્વત મામલે સમિતિ બનાવતા જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર સમિતિમાં જૈન સમુદાયના બે સદસ્યોને સામેલ કરે. જેમા એક સ્થાનિક જનજાતિય સમુદાયના સદસ્યનો પણ સમાવેશ કરવામાં આવે. કેન્દ્ર સરકારે રાજ્યને વર્ષ 2019ની અધિસૂચનાના ખંડ 3ની જોગવાઈ પર રોક લગાવવા અને રાજ્યને તેના પર કાર્યવાહી કરવામાં આદેશ પણ આપ્યા છે.