બિહાર સાથે દેશભરમાં છઠ્ઠની પુજા પર્વની ઉજવણી બિહારી પરીવાર દ્વારા કારતક સુદ છઠના દિવસે ધામધુમથી કરવામાં આવે છે. ઓખામાં પણ છેલ્લા ૧૭ વર્ષથી આ પર્વની ઉજવણી ઓખામાં વસતા બિહારી લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે.
જેમાં બિહારી લોકો કારતક સુદ છઠના દિવસે ૩૬ કલાકનો નીર્જલા ઉપવાસ કરે છે અને સુર્યાસ્ય સમયે સુર્યની પુજા કરવામાં આવે છે અને બીજા દિવસે સુર્યોદય સમયે સૂર્યની આરાધના કરી અગ્નિદેવ, વણદેવની પણ પુજા કરી દરીયા સ્નાન સાથે દરીયા દેવને દુધનો અભિષેક કરી સુર્યદેવ તથા દરીયાદેવની પુજા આરતી કરી પછી જ પ્રસાદી લેવામાં આવે છે.
આ પર્વની વિશેષતા એ છે કે બિહારના લોકો આ પર્વના પ્રારંભ સાથે સ્વચ્છતા અભિયાન પણ પ્રારંભ કરે છે અને પુરો કારતક માસના ૩૦ દિવસ આ અભિયાન ચલાવે છે. જેમાં ગામ, ગલી, સડક, નદી, સાગરને સફાઈ સાથે આ પર્વ ખુબ જ ભકિતભાવથી મનાવે છે. આજે ઓખામાં દરિયાકિનારે ઓખામાં વસતા બિહારી પરીવાર સાથે ઓખાના દરેક સમાજના લોકોએ પણ આ છઠ પુજાનો લાભ લીધો હતો.