ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોનો સત્યાનાશ નિકળી ગયો છે. સતત ટ્રાફિકથી ધમધમતા એવા યાજ્ઞિક રોડ પર માલવીયા ચોક નજીક મહાકાય ભુવો પડયો છે. અડધો માણસ આ ભુવામાં ગરકાવ થઈ જાય તેઓ ભુવો છે. જેના કારણે ભયાનક અકસ્માત થવાની ભીતિ વર્તાય રહી છે. સવારથી ભુવો પડયો હોવા છતાં મહાપાલિકાના નિર્ભર તંત્રએ હજુ સુધી ભુવો બુરવાની વાત તો દુર નહીં લોકો આ મહાકાય ખાડામાં ખાબકતા બચે તે માટે સુચક બોર્ડ પણ લેવાની તસ્દી લીધી નથી. આ ભુવાથી થોડેક દુર મહાકાય ખાડો છે. જે અકસ્માત નોતરી રહ્યો છે. શહેરના તમામ રાજમાર્ગોની સ્થિતિ ખુબ જ ખરાબ છે. જો વાહન ચાલકની જરા અમથી નજરે ચુકે તો આ બિસ્માર રસ્તાઓ અકસ્માતનું કારણ બની જાય છે.
યાજ્ઞિક રોડ પર અડધો માણસ ગરકાવ થઈ જાય તેવો મહાકાય ભુવો
Previous Articleહવે ગુજરાતના ગધેડાઓનાં આવી ગયા છે ‘અચ્છે દિન’
Next Article મધુર ભંડારકરને રાહત ‘ઇન્દુ સરકાર’ આજે રિલીઝ