રાજ્ય સહિત રાજકોટ જિલ્લામાં ઘઉંનું અર્ધું વાવેતર પૂર્ણ થવા પામ્યું છે. જો કે,જીરૂંના વાવેતરને ધાણા અને ચણાના વાવેતરને મંદી નડી ગઈ હોય એમ લાગી રહ્યું છે.ઘઉંના વાવેતરની પચાસ ટકા કરતા વધારે કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. સીઝનના અંત સુધી પડેલા વરસાદને લીધે પાણીની છત છે અને ઘઉંના ભાવમાં ફાટફાટ તેજીને લીધે ખેડૂતો મન મૂકીને ઘઉંનું વાવેતર કરી રહ્યા છે. રાજ્યમાં ઘઉંનું 6.86 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. જે સરેરાશ 13 લાખ હેક્ટરની તુલનાએ 51 ટકા છે પાછલા વર્ષ કરતા વાવેતર ખાસ્સી ગતિથી થઇ રહ્યું છે.

ગુજરાત સરકારે પાકોના વાવેતરના આંકડાઓ જાહેર કર્યા છે એ પ્રમાણે 28.01 લાખ હેક્ટર કુલ વાવેતર થયું છે. પાછલા વર્ષમાં આ સમયે 25.17 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. પાછલા વર્ષ કરતા વાવણી 11 ટકા આગળ ચાલી રહી છે. કઠોળ પાકોમાં ચણાનું વાવેતર મંદીને લીધે ઘટી ગયું છે.

પાછલા વર્ષમાં ખૂબ વાવેતર થવા પામ્યું હતું. જીરૂના ભાવમાં તેજી હોવા છતાં વાવેતર ધીમું છે. ખેડૂતોએ ધાણાના વાવેતરને અગ્રતા આપતા જીરૂનો વિસ્તાર ઓછો દેખાય છે. જીરાનો વિસ્તાર સરકારી આંકડાઓ પ્રમાણે અને ઉત્પાદન થયા પછી આ પાછલા વર્ષના 1.71 લાખ વખતે વાવેતર પર અસર થઇ છે. હેક્ટર સામે 1.44 લાખ હેક્ટર હવે ફરીથી સરેરાશ જેટલું રહ્યો છે. ધાણાનું વાવેતર 86 વાવેતર થાય એવી શક્યતા છે. હજાર સામે 1.75 લાખ હેક્ટર સરકારી આંકડાઓ પ્રમાણે રહ્યું છે. મસાલા પાકોમાં લસણનું 5.07 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર મંદી છતાં જળવાતા વાવેતર છે. અગાઉના વર્ષમાં 17,174 હેક્ટર થયું છે. 6.51 લાખ હેક્ટરમાં હતું. જોકે સવાનું 5576 સામે 9207 સરરાશ વિસ્તાર 7.75 લાખ હેક્ટર રહ્યું હેક્ટર રહે છે એટલે એ પ્રમાણે વાવેતર થોડું વધારે જ રહેશે એમ જણાય છે.

તેલિબિયાંમાં તેજીની અસરથી રાઇના વાવેતરમાં મોટો વધારો થયો છે. ગુજરાતમાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતર છે, જે ગયા વર્ષ જેટલું જ છે. વાવેતર પૂર્ણ થયું છે.

ઇસબગુલનો વિસ્તાર વધીને 4479 હેક્ટર છે. વરિયાળીનું વાવેતર પણ 21 હજાર સામે 33977 હેક્ટરમાં થયું છે. બટાટાના ભાવ સારાં રહેતા વિસ્તાર 1.05 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે. જે પાછલા વર્ષ કરતા સાતેક હજા2 હેક્ટર જેટલો વધારે છે. ડુંગળીનું વાવેતર સ્થિર રહેતા 46884 હેક્ટર રહ્યું છે. શેરડીનો વિસ્તર 1.22 લાખ સામે 1.28 લાખ હેક્ટર રહ્યો છે.આમ ચાલુ સિઝનમાં ઘઉંનું વાવેતર પચાસ ટકાએ પહોંચ્યું છે.

જિલ્લામાં 74000 હેકટરમાં વાવેતર

રાજકોટ જિલ્લામાં હાલ સુધીમાં ઘઉં પાકનું અંદાજે 74000 હેકટરમાં વાવેતર થયેલ છે. ઘઉં પાકમાં ખેડૂતોને ઉત્પાદન સારું રહેતું હોય તેમજ ઘઉં પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહેતું હોવાના કારણે ખેડૂતોને આર્થિક રીતે વળતર મળી રહે તે માટે હાલ જિલ્લામાં 80% જેટલા ઘઉં પાકનું વાવેતર પૂર્ણ થયેલું છે.બાકી વાવેતર હાલ ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ કપાસ પાક કાઢીને વાવેતર કરશે જે ખેડૂતોને પિયતની સગવડતા છે તે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવશે તેમ રાજકોટ ખેતીવાડી અધિકારી રામોલિયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.