જયારે ભારતીયોની પસંદગીની વાત કરવામાં આવે તો આપણા મગજમાં શું આવે? કરી એટલે કે દાળ? ક્રિકેટ કે પછી સ્કોચ વ્હીસ્કી? હા તમે સાચું જ વાંચ્યું. અહીંયા વાત વ્હીસ્કીની જ થઇ રહી છે. કારણ કે, તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર વિશ્વ આખામાં ઉત્પાદિત થતી વ્હીસ્કીની અડધોઅડધ બોટલો ભારતીયો ગટગટાવી જાય છે.
વિશ્વભરમાં વ્હીસ્કીના સેવનમાં સૌથી ઉંચો વૃદ્ધિનો દર ભારત મના નામે: 200%નો ઉછાળો
દિન પ્રતિદિન ભારતમાં શરાબનું ચલણ વધતું જાય છે. ઓફિસ પાર્ટીથી માંડી મોંઘેરા મહેમાનને ભેંટમાં પ્રીમિયમ ક્વોલિટીની સ્કોચ વ્હીસ્કી આપવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે અહેવાલ એવા છે કે, વિશ્વ આખામાં ઉત્પાદિત થતી વ્હીસ્કીની દર બે બોટલમાંથી એક બોટલ ભારતમાં પીવાય છે એટલે કે ભારતીયો વિશ્વ આખાની વ્હીસ્કીમાંથી અડધોઅડધ ગટગટાવી જાય છે. ભારતમાં વ્હીસ્કીના સેવનમાં 200%નો ઉછાળો નોંધાયો છે. શરાબના સેવનમાં ભારતમાં થઇ રહેલી વૃદ્ધિ વિશ્વ આખાને પાછળ છોડી ચૂક્યું છે.
અહેવાલ અનુસાર ભારતનું વ્હીસ્કી માર્કેટ 18 બિલિયન ડોલર એટલે કે 1.47 લાખ કરોડનું છે. જેમાં ભારતમાં શરાબના સેવનમાં 20%નો વધારો થયો છે. જયારે પ્રીમિયમ પ્લસ કેટેગરીની વ્હીસ્કીના સેવનમા 61%નો ઉછાળો નોંધાયો છે.
જે રીતે સમાચાર સામે આવ્યા છે તેં મુજબ ભારતમાં યુવાન વર્ગ હવે પ્રીમિયમ ક્વોલિટીના વ્હીસ્કીના સેવનને લકઝરી સાથે સરખાવવા લાગ્યું છે. જયારે મહિલાઓ પણ વ્હીસ્કીનું સેવન કરતી થઇ ગઈ છે. ઉપરાંત ફ્લેવર્ડ શરાબની જગ્યાએ પણ વ્હીસ્કી લઇ રહી છે.
સર્વે અનુસાર ભારતમાં શરાબનું સેવન પણ અલગ સ્લગ પદ્ધતિ મારફત કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ પટિયાલા પેગ પ્રચલિત છે. પટિયાલા પેગ એટલે કે 120 એમએલ શરાબ સાથે પાણી અથવા સોડા ભેળવી શરાબનું સેવન કરવામાં આવે છે.