મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં વિદેશી હુંડીયામણ ખેંચી લવાયું
૧૦૦૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હાલ ગુજરાતમાં શિક્ષણ લઈ રહ્યાં છે અને દેશમાં શરૂ થતા દર બે સ્ટાર્ટઅપમાંથી એક સ્ટાર્ટઅપ ગુજરાતમાં ખુલી રહ્યાં છે. આ માટેનું એક મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં વાતાવરણ સુરક્ષિત છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશમાં શ્રેષ્ઠમાંની એક છે. ભારત અને વિદેશના રોકાણકારોને આકર્ષવા ઉપરાંત રાજ્યના શિક્ષણ ક્ષેત્રે પણ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાતથી આકર્ષિત થઈ આવી રહ્યાં છે. બીજી તરફ ગુજરાત સરકાર ઉદ્યોગસાહસિકો તરફી અભિગમ ધરાવે છે અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમનો અસરકારક રીતે અમલ કરે છે. આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે, આજે દેશભરમાં જેટલા પણ નવા સ્ટાર્ટઅપ શરૂ ાય છે તેમાંથી ૪૬ ટકા જેટલો હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ઘડાયેલા શૈક્ષણિક માળખા દ્વારા રાજ્યમાં વિદેશી વિદ્યાર્થીઓની સાથે વિદેશી હૂંડિયામણ આવી રહ્યું છે. દેશ અને વિદેશોમાંથી રોકાણને મોટા પાયે આકર્ષિત કરવા ઉપરાંત ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર ઝળહળી રહ્યું છે અને આ કારણે જ વિદેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવી રહ્યા છે. આ વિદેશી વિદ્યાર્થીઓની સાથે વિદેશી હૂંડિયામણ પણ ગુજરાતમાં અને ભારતમાં આવે છે. ગુજરાતમાં સેક્ટોરલ યુનિવર્સિટીની સંખ્યા દેશમાં સર્વોચ્ચમાંની એક છે. ગુજરાત સરકારે રાજ્યમાં જેનરિક તેમજ સ્પેશિયલાઈઝ્ડ કોલેજોને સમાંતરે વિકસાવી છે. પરિણામ સ્વરૂપે આજે ૧૦૦૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લઈ રહ્યાં છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં નવા ઉદ્યોગો તેમજ વેપાર-ધંધા શરૂ કરવા અત્યંત સરળ છે અને આ માટેની અરજીઓનો વહેલી તકે નિકાલ કરાય છે. આ કારણથી જ દેશમાં છેલ્લા એક વર્ષમાં જેટલા પણ નવા સ્ટાર્ટઅપ શરૂ થયા છે તેમાં એકલા ગુજરાતનો જ હિસ્સો ૪૬ ટકા જેટલો રહ્યો છે. આ માટેનો સઘળો શ્રેય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનથી ઘડાયેલી રાજ્યની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસીને જાય છે જેના કારણે જ આટલી વ્યાપક સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. મુખ્યમંત્રીનાં દિશાનિર્દેશથી ગુજરાતમાં લઘુ, મધ્યમ અને મોટા કદની કંપનીઓને પ્રોત્સાહિત કરવા સંખ્યાબંધ પોલિસીઓ ઘડાઈ છે. આ કારણે ગુજરાતની યુનિવર્સિટીઓમાં સ્નાતક થનારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ શરૂ કરવા તરફ વધુને વધુ વળી રહ્યા છે. આમ, ગુજરાતથી આકર્ષાઈ રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા, વેપાર કરવા અને શિક્ષણ મેળવવા દેશ-વિદેશથી લોકો આવી રહ્યાં છે.