જામનગર શહેરમાંથી ઝડપાયેલા રૃા.૫૪ લાખ ઉપરાંતના શરાબબીયરના જથ્થાનો નાશ કરવા માટે પોલીસ દ્વારા માગવામાં આવેલી મંજૂરી મળી જતાં આજે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પોલીસે નાઘેડી પાસે ઉપરોકત જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કર્યો હતો.

જામનગર શહેરના ડિવિઝન, બી ડિવિઝન તેમજ ડિવિઝન હેઠળના વિસ્તારોમાંથી છેલ્લા ત્રણેક વર્ષ દરમ્યાન ઝડપાયેલા અંગ્રેજી શરાબના રૃા.અડધા કરોડની ઉપરાંતના શરાબના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવા માટે વહીવટી તંત્ર પાસે માગવામાં આવેલી મંજૂરી મળી જતાં આજે નાઘેડી પાસે પોલીસે અંગ્રેજી શરાબની ૧૨ હજારથી વધુ બોટલ અને ૧૫૦૦થી વધુ બીયરના ટીન પર બુલડોઝર ફેરવ્યું હતું.

એક અંદાજ મુજબ રૃા.૫૪ લાખ ૯૩ હજારની કિંમતના પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા શરાબના ઉપરોકત જથ્થાને ત્રણેય ડિવિઝનમાંથી એકત્ર કરવામાં આવ્યા પછી ટ્રક મારફતે નાઘેડીના સરકારી ખરાબામાં એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાથરવામાં આવ્યા પછી પોલીસે તેના પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.