ભારતમાં જેટલું ડિસ્કાઉન્ટવાળું ક્રૂડ આવ્યું તેમાં 45 ટકા તો માત્ર બે ખાનગી કંપની ઉલેચી ગઈ
રશિયા- યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયન ક્રૂડ ઉપર મુકેલ અંકુશોને કારણે રશિયાએ સસ્તાભાવે ક્રૂડ વેચાણ ચાલુ કર્યું હતું. ભારતે જેટલુ ક્રૂડ ત્યાંથી આયાત કર્યું તેનું અડધો અડધ ક્રૂડ તો રિલાયન્સ અને ન્યારાએ ઉપાડી લીધું છે તેવા ચોંકાવનારા આંકડા જાહેર થયા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નયારા એનર્જીએ યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી ભારત દ્વારા આયાત કરાયેલા તમામ રશિયન તેલનો 45% હિસ્સો એકસાથે લીધો હતો. જે સ્થાનિક રિફાઇનિંગ ક્ષમતામાં તેમના 35% હિસ્સા કરતાં ઘણો વધારે છે, તેમ એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સાનો ડેટા દર્શાવે છે.
વોર્ટેક્સા અનુસાર, ભારતે આ વર્ષના ફેબ્રુઆરીથી 12 મહિનામાં રશિયા પાસેથી દરરોજ સરેરાશ 8,70,000 બેરલ તેલની આયાત કરી છે, જે તેની કુલ ક્રૂડ આયાતના લગભગ 20% છે.
રશિયન ક્રૂડની આયાતનો હિસ્સો 2021માં 1% કરતા પણ ઓછો હતો, રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ રશિયન ક્રૂડ ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવતા ચિત્ર બદલાયું હતું. ખાનગી ક્ષેત્રના રિફાઇનર્સ – રિલાયન્સ અને નયારા – રશિયન તેલની દરરોજ લગભગ 385,000 બેરલ આયાત કરે છે જ્યારે સરકારી રિફાઇનર્સ – ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને એમઆરપીએલ યુદ્ધ પછીના વર્ષમાં 484,000 બેરલ પ્રતિ દિવસની આયાત કરે છે. .
ખાનગી ક્ષેત્રને ઝડપી નિર્ણય લેવાથી ફાયદો થયો, જેણે તેને મુશ્કેલીમાં મુકાયેલા કાર્ગોને ઝડપી લેવામાં મદદ કરી, જેમાંથી ઘણા યુદ્ધની શરૂઆતમાં ઉપલબ્ધ થઈ ગયા, ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું.