હાફ મેરેથોનની આ સેક્ધડ એડીશનની થીમ ‘કલીન એન્ડ ગ્રીન જામનગર’

 

જામનગરના સદભાવના ગ્રુપ અને ફિઝિકલ એજયુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયાના સંયુકત ઉપક્રમે ૨૫ ફેબ્રુઆરીએ હાફ મેરેથોન યોજાશે. આ વર્ષે કલીન એન્ડ ગ્રીન જામનગરની થીમ આધારીત આ કાર્યક્રમનો આરંભ ૧૭ જાન્યુઆરીએ રાત્રે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે.

ગુજરાતના ચેરમેન ધર્મરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કલીન એન્ડ ગ્રીન જામનગર થીમ અંતર્ગત, મેરેથોન પૂર્વે દરરોજ રાત્રે મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રે બે કલાક સફાઈ કરી, સ્વચ્છતા અભિયાનને વેગ આપશે. જેનો પ્રારંભ બુધવારે રાત્રે કરવામાં આવ્યો. આ સાથે જ નગરમાં ૧ લાખ વૃક્ષનું વાવેતર કરી શહેરને હરિયાળુ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.

૧૭મી જાન્યુઆરીએ રાત્રે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારે ડી.કે.વી.સર્કલ ખાતે આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા, પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, મેયર પ્રતિભાબેન કનખરા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટ મહેતા, અગ્રણી બિઝનેસમેન વિપુલ કોટક, પૂર્વ ન્યાયમર્તિ અશોક નંદા, જાણીતા બિલ્ડર નિલેષ ટોલીયા, નરેન્દ્ર ત્રિવેદી ભાજપ અગ્રણી વગેરે તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાત્રી સફાઈનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.