રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓના 12 ઘટક હેલ્થ સેન્ટર ખાતે તા. 15 જૂન સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરના પ્રથમ અને બિજો ડોઝ મળીને કુલ 9,80,260 ડોઝ સાથે લોકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.
18 વર્ષથી ઉપરના 4,11,044 લોકોને જયારે 45 વર્ષથી ઉપરના 5,96,216ને રસી અપાઈ
તા. 15 જૂન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 45 વર્ષથી ઉપરના 1,99,300 લોકોને પ્રથમ તેમજ 97,013લોકોને બીજો ડોઝ મળી કુલ 2,96,313 તેમજ 18 વર્ષથી ઉપરના 3,36,703ને પ્રથમ જયારે 10,975 લોકોને બીજો ડોઝ સહીત કુલ મળી 347678 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
જયારે રાજકોટ જિલ્લામાં 45 વર્ષથી ઉપરના 189075 લોકોને પ્રથમ તેમજ 83828 લોકોને બીજો ડોઝ મળી કુલ 272903 લોકોને તેમજ 18 વર્ષથી ઉપરના 63365 લોકોને પ્રથમ જયારે 1 વ્યક્તિને બીજો ડોઝ સાથે કુલ મળી 63,366 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે.