વુમન્સ પ્રીમિયર લીગના અન્ય એક મુકાબલામાં ગુજરાત જાયન્ટસની બીજી હાર : યુપીએ ત્રણ વિકેટે જીત મેળવી

શેફાલી વર્મા અને મેગ લેનિંગની તોફાની અડધી સદી પછી બોલિંગમાં દમદાર પ્રદર્શનથી દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 60 રને હરાવી દીધું છે. દિલ્હી કેપિટલ્સની ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 223 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. તેના જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ પર 163 રન જ બનાવી શકી હતી.

દિલ્હી કેપિટલ્સને બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ શેફાલી વર્માએ 84 રન અને કેપ્ટન મેગ લેનિંગે 72 રન નોંધાવી પહેલી વિકેટ માટે 162 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમની સ્કોર બે વિકેટે 223 રનનો નોંધાયો હતો, જે મહિલાઓની ટી-20 ફ્રેન્ચાઈઝીના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ 163 રન જ બનાવી શકી હતી.

વુમન્સ પ્રીમિયર લીગની બીજી મેચમાં યુપીએ ગુજરાત જાઇન્ટ્સને 3 વિકેટે માત આપી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાતની આ બીજી હાર છે. ભારે રોમાંચક બનેલા મેચમાં યુપી વોરીયર્સે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું. જીતવા માટે 170 રનના ટાર્ગેટનો પીછો કરતા યુપી વોરીયર્સની ટીમે અંતિમ ઓવર સુધી ચાલેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સને 3 વિકેટથી હરાવ્યું હતું અને વુમન્સ પ્રીમિયર લીગની સૌપ્રથમ જીત મેળવી હતી, સાથે જ ગુજરાત જાયન્ટ્સને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો. યુપી વોરીયર્સ તરફથી ગ્રેસ હેરિસે 59 રનની વિજયી ઇનિંગ રમી હતી. જ્યારે ગુજરાત તરફથી કીમ ગાર્થે એક જ ઓવરમાં 3 વિકેટ સહિત કુલ પાંચ વિકેટ ઝડપી હતી.

વુમન્સ પ્રીમિયર લીગના પ્રથમ મુકાબલામાં મુંબઇએ ગુજરાતને 143 રને માત આપી

પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક જીત મેળવી છે. મુંબઇની ટીમે ગુજરાતને 143 રનથી હરાવ્યું છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી હરમનપ્રીતે 65 રન બનાવ્યા હતા.

જ્યારે સૈક ઈશાકે 4 વિકેટ લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગમાં ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું.  કેપ્ટન હરમનપ્રીત કૌરની તોફાની અડધી સદી અને સાયકા ઈશાકની કિલર બોલિંગે ટીમને જીત અપાવી હતી. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.