કોવિડ-19 વિરૂઘ્ધ નિરંતર સંઘર્ષ ચાલી રહ્યું છે ત્યારે પશ્ર્ચિમ રેલવે દ્વારા વિવિધ રાજયોમાં ઓકિસજન ટેન્કરોના પરિવહન માટે ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. દેશના વિવિધ રાજયોમાં ઓકિસજન એકસપ્રેસ ટ્રેનોને દોડાવવાના રેલવેના પ્રયાસોને વધુ વેગવંતુ બનાવવા રાજકોટ ડીવીઝન દ્વારા કોવિડ-19 વિરૂઘ્ધ આ જંગને વધુ મજબુત બનાવવા તથા સંક્રમિતો અને તેમના પરિવારોને રાહત આપવા માટે છેલ્લા બે સપ્તાહથી લગાતાર ઓકિસજન એકસપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
આ અંગેની વધુ માહીતી આપતા રાજકોટ ડીવીઝનના સીનીયર ડી.સી.એમ. અભિનવ જૈફએ જણાવ્યું હતું કે આજ પ્રમાણે રેલવે દ્વારા ગઇકાલે હાપાથી દિલ્હી કૈંટ માટે બપોરે 3.10 કલાકે ઓકિસજન એકસપ્રેસ રવાના થઇ, જેમાં 11 ટેન્કરો દ્વારા 224.67 ટન એલ.એમ.ઓ.નું પરિવહન કરવામાં આવ્યું હતું.
આ ટ્રેન વાયા રાજકોટ, સુરેન્દ્રનગર અને પાલનપુર 1105 કી.મી. નું અંતર કાપ્યા બાદ દિલ્હી કૈટ પહોચશે. એલ.એમ.ઓ. ની આપૂર્તિ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા વ્યવસ્થા કરવામાં આવીછે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન દ્વારા 224.67 ટન લીકવીક મેડીકલ ઓકિસજનનું પરિવહન કરવામાં આવ્યું, જે રેલવે દ્વારા રવાના થયેલી સૌથી વધુ માત્રા છે. આ ટેન્કર ત્રણ રાજયો દિલ્હી, ઉતર પ્રદેશ અને હરિયાણાને ઉપલબ્ધ કરાવવામાં આવશે.રાજકોટ ડીવીઝને અત્યાર સુધીમાં 11 ઓકિસજન એકસપ્રેસ ટ્રેનો દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હી, એન.સી.આર. હરિયાણા, ઉતરપ્રદેશ અને રાજસ્થાનને લગભગ 1093.55 ટન એલ.એમ.ઓ.નું પરિવહન થયું છે. જેથી સર્વોચ્ચ પ્રાથમિકતાના આધારે વણથંભ્યા પથ દ્વારા ઓછોમાં ઓછા સમયમાં નિયત સ્થળોએ પહોંચી શકે.
જામનગર થી ઓક્સિજનનો જથ્થો ભરીને અગિયારમી ટ્રેન દિલ્લી માટે રવાના થઈ
દેશભરમાં ફેલાયેલ કોરોના મહામારીમાં દર્દીઓને સારવાર માટે ઓક્સિજન સપ્લાય નિયમિત રીતે થઈ શકે તેવા હેતુથી રેલવેની સેવા લેવામાં આવી છે .આજે જામનગર જિલ્લાની રિલાયન્સ કંપનીમાંથી 224.67 ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો ભરીને હાપા (જામનગર) થી એક ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના કરવામાં આવી હતી. કોરોના મહામારી એ દેશભરમાં કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ઓક્સિજનની વ્યાપક પ્રમાણમાં જરૂરીયાત ઉભી થઇ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અને હોસ્પિટલને નિયત સમયમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે હેતુથી રેલ્વે સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે.આથી રેલવે દ્વારા ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જે અન્વયે જામનગરની રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજનનો જથ્થો ભરીને જામનગર નજીક ના હાપા રેલવે સ્ટેશન દિલ્હી કેંટ માટે છ ટેન્કર માં કુલ 224.67 ટન લિકવિડ ઑક્સિજ નો જથ્થો ભરી ને ટ્રેન રવાના કરવામાં આવી હતી. આમ અત્યાર સુધી માં કુલ ટ્રેન રવાના થઈ ચૂકી છે.