પાંચ ભારતીય અને ચાર વિદેશી સહિત કુલ નવ શખ્સોની ધરપકડ : ઓસ્ટ્રેલીયા, કેનેડા, અમેરિકા, ઈન્ડોનેશીયા, શ્રીલંકા, કોલંબીયા, મલેશીયા અને નાઈઝીરીયા સુધી કોકીનના રેકેટના છેડા
ભારતમાં ડ્રગ્સની હેરાફેરી અને વેંચાણ બેફામ તું હોવાનું તાજેતરમાં ઝડપાયેલા ડ્રગ્સની કિંમતના આંકડા કહી રહ્યાં છે. દેશમાં નાર્કોટીક્સ વિભાગ દ્વારા અવાર-નવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે. ભારત વિશ્ર્વનો સૌી યુવા દેશ છે ત્યારે યુવા પેઢીને ખોખલી કરવાના ઈરાદાી વિદેશીઓ ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યાં છે. ત્યારે ગઈકાલે રૂપિયા ૧૩૦૦ કરોડના ડ્રગ્સને ઝડપીને નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોએ વધુ એક ષડયંત્રનો ઘટસ્ફોટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ ડ્રગ્સની બદી સામે લડતી નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને વેંચવાના આંતરરાષ્ટ્રીય રેકેટને પકડી પાડવામાં આવ્યું છે. આ રેકેટ ચલાવનાર પૈકીના ૯ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટમાં અત્યાર સુધીમાં નાર્કોટીકસ દ્વારા રૂપિયા ૧૩૦૦ કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો મુજબ તાજેતરમાં ઝડપાયેલુ આ કોકીન અત્યાર સુધીમાં ઝડપાયેલા સૌી વધુ મોટા ક્ધસાઈનમેન્ટ પૈકીનું એક છે. કુલ ૨૦ કિ.ગ્રામ કોકીન નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોને મળી આવ્યું છે.
ડ્રગ્સનો કાળો કારોબાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાલી રહ્યો છે. ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોને નિશાન બનાવાયા છે. પંજાબ અને ગુજરાતની સરહદોમાંથી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાનું ચર્ચાય છે ત્યારે નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો દ્વારા હાલ પકડી પાડવામાં આવેલા ડ્રગ્સ સો સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સીન્ડીકેટના છેડા છેક ઓસ્ટ્રેલીયા, કેનેડા, અમેરિકા, ઈન્ડોનેશીયા, શ્રીલંકા, કોલંબીયા, મલેસીયા અને નાઈઝીરીયા સુધી હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્કોટીકસ કંટ્રોલ બ્યુરોએ આપેલી પ્રામિક જાણકારી મુજબ આ કૌભાંડમાં પાંચ ભારતીયોની સો એક અમેરિકન, ઈન્ડોનેશીય અને ૨ નાઈઝીરીયન શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. કોકીનના જથ્થાની લેવડ-દેવડ અને વેંચાણ માટે આ સિન્ડીકેટ ભારતનો ઉપયોગ કરી રહી હોવાનું પ્રામિક તપાસમાં ખુલ્યું છે. નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોએ પકડી પાડેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ૧૦૦ કરોડ છે. જો કે, આખા કાર્ટેલમાં પકડી પડાયેલા જથ્ાની કિંમત રૂપિયા ૧૩૦૦ કરોડ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. આ ઓપરેશન હેઠળ અગાઉ ૫૫ કિલો કોકીન અને ૨૦૦ કિલો મેફેટામાઈન નામનો પર્દા ઓસ્ટ્રેલીયા ખાતેી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ભારતમાં ડ્રગ્સના નશામાં યુવા પેઢીને હોમવાના આ કાવત્રાના ઘટસ્ફોટી ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ ભારતની સરહદેી કોકીન સહિતનો નશીલો પર્દા ઘુસાડવાના પ્રયાસો ઈ ચૂકયા હતા. આ મામલે સુરક્ષા સંસઓ પણ સચેત છે. આંતરરાષ્ટ્રીય રેકેટને ઝડપી પાડવા માટે નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો લાંબા સમયી જાળ બિછાવીને બેઠુ હોવાનું ફલીત ઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારતીય યુવા પેઢીને નાદાર કરવામાં પાડોશી દેશનો પણ હા હોવાનું તપાસમાં બહાર આવે તેવી વકી છે.