આગામી બે દિવસ પણ કાળઝાળ ગરમી અને લૂ વરસવાની આગાહી
સમગ્ર ભારતમાં આ વખતે ઉનાળો વધુને વધુ આક્રમક બનીને લુનો પ્રકોપ વરસાવી રહ્યો છે. ત્યારે વિદર્ભ પશ્ર્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પુર્વ મધ્યપ્રદેશ સહિતના અડધા ભારતમાં આગામી બે દિવસમાં ભયંકર ગરમી અને લુનો વાયરાની આગાહી કરવામાં આવી છે બુધવારે દેશના ૩૬ હવામાન ખાતાના પેટા વિભાગમાંથી ૧૫ વિભાગોના વિસ્તારમાં ગૂરૂવારથી બે દિવસ સુધી ચાલુ ઉનાળામાં સૌથી વધુ ગરમી અને લુના વાયરાઓ ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સંભવિત ગરમીનાં વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.
૨ જૂન સુધી પડનારીઆ ગરમીની સૌથી વધુ અસર વિદર્ભમાં થશે વિદર્ભનાં ચંદરપુરમાં ઉનાળાનો સૌથી વધુ તાપમાન ગઈકાલે ૪૮ સેલ્સીયસ નોંધાયું હતુ પૂર્ણને હવામાન અધિકારી અનુપમ કશ્યપે મોસમનો સૌથી ગરમ લુનો વાયરો એપ્રીલથી જૂન સુધી ચાલુ રહેશે તેમ જણાવી તાપમાનમાં સુકા લુના વાયરા સાથેનો પવન પશ્ચિમ રાજસ્થાનના રણ અને પાકિસ્તાનના સિંઘમાંથી આવતી લુના કારણે ઉત્તર ભારતમાં તાપમાન વધારી રહ્યું છે. ઉમેર્યું હતુ.
દિલ્હીમાં મેના અંતિમ અઠવાડિયાથી જૂન મહિના સુધી દર વર્ષે સૌથી વધુ ગરમદિવસો રહે છે. ઉતર પ્રદેશના બુંદલખંડમાં ૪૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ અલનીનોની સ્થિતિના કારણે તાપમાનનો સામાન્ય મિજાજ વધુ આક્રમક બન્યો છે. ગરમી પડવાના કારણમાં વાદળા વગરનાં ચોખ્ખા આકાશમાંથી સૂર્યના કિરણો સીધા જમીન પર પડતા હોવાથી ગરમી ચરમસીમાએ પહોચતી હોવાનું હવામાન વિભાગના કલાઈમેટ રીસર્ચ એન્ડ સર્વીસના હેડ ડીએસ પાઈએ જણાવ્યું હતુ અત્યારે આકાશ વાદળ વગર સ્વચ્છ છે. સાથે સાથે અલનીનો, લાનીના અને સ્થાનિક પરિબળોનાં કારણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.
વિદર્ભમાં ગરમીની અસર વધુ પડે છે. અહી જૂનના પ્રથમ સપ્તાહ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ ગઈકાલે વિદર્ભમાં ઠેર ઠેર તાપમાનનો પારો ૪૫ ડિગ્રીથી ઉપર નોંધાયું હતુ. દેશના ૩૬માંથી ૧૬ હવામાન કેન્દ્રો પર લુના વાયરાની આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે અલનીનો અને કેટલાંક સ્થાનિક પરિબળોના કારણે ઉનાળો વધુ આક્રમક બનતો જાય છે.
ગુજરાતમાં સામાન્ય રીતે પંદરમી જૂનથી ચોમાસુ બેસી જાય છે. આ વખતે ભારતમાં સરેરાશ અડધા ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સામાં વિશેષ ગરમી પડી રહી છે. આ વખતે દેશમાં ઉનાળાના કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. દેશના ઈતિહાસમાં અત્યાર સુધી ૧૯૯૫માં ૧૬૭૭ અને તેનાથી વધુ ૨૦૧૫માં ૨૪૨૨ લોકોના મૃત્યુ ગરમીના અને લુના કારણે થયા હતા.