પીયા તુ અબ તો આજા…
જયારે બોલીવુડ પાપા પગલી માંડતુ હતુ ત્યારે હાવરા બ્રીજમાં હેલને ‘મેરા નામ ચીંચીં ચુ’ ડાન્સ સોંગથી સૌના દિલ જીત્યા, આજે પણ હેલનની તોલે કોઈ આવી શકયું નથી
વિખ્યાત ફિલ્મ નર્તકી હેલનનો જન્મ બર્મામાં થયો હતો. બીજા વિશ્ર્વ યુઘ્ધમાં પિતાના મૃત્યુ બાદ તેમનો પરિવાર શરણાર્થીના રૂપમાં ભારત આવી ગયો. તેમનો જન્મ ર૧ નવેમ્બર ૧૯૩૮માં થયો હતો. હિન્દી ફિલ્મ જગતમાં તેમનું નામ એક શ્રેષ્ઠ નર્તકી તરીકે લેવાય છે. તે ભારતીય હિન્દી સિનેમા જગતની પ્રથમ આઇટમ ગર્લ હતી. હેલને ૭૦૦ થી વધુ ફિલ્મોમાં ને ખાસ ૧૯૬૦ના દશકામાં ગાયિકા ગીતા દત્તના સુંદર ગીતોમાં પરફોમ કરીને ઘણી ફિલ્મો હિટ બનાવી હતી. તેમને ર૦૦૯માં પદમશ્રી એવોર્ડ પણ મળ્યો હતો. હેલને સિનેમા પદડે ૧૯૮૩ પછી બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે. તેમના સક્રિય વર્ષ તરીકે ૧૯૫૧ થી ૨૦૧૨ ગણી શકાય છે.
હેલનને પ્રથમ બ્રેક માત્ર ૧૯ વર્ષની વયે ‘હાવડા બ્રીજ’માં મળ્યો, તેમને ફિલ્મી ડાન્સરે પ્રારંભિત સમયે મદદ કરીને ફિલ્મો અપાવવામાં ઘણી મહેનત કરી હતી. જેમાં આવારા (૧૯૫૧) તથા શબ્બિસ્તાન (૧૯૫૧) માં કોરસ ડાન્સર તરીકે નોકરી આપીને મદદ કરી હતી. બાદમાં તેના ટેલન્ટના જોરે તેમને અલિફ લૈલા (૧૯૫૪) હૂરએ અરબ (૧૯૫૫) જેવી ફિલ્મોમાં નર્તકી તરીકે કામ મળ્યું. આજ ગાળામાં સ્ટ્રીટ સિંગર, મયુર પંખ જેવી ફિલ્મો પણ મળી, પણ ૧૯૫૮માં શકિત સામંતની ફિલ્મ ‘હાવરા સિંગર’ માં ગીતા દત્તનું ગીત ‘મેરા નામ ચિન ચિનચું’થી હેલન સદાબહાર હીટ થઇ ગઇ તે પછી સતત પાંચ દાયકા સુધી વિવિધ ફિલ્મોમાં રોલ કર્યા.
ગીતા દત્ત, આશા ભોસલેના લગભગ ગીતો હેલન પર ફિલ્માંકન થયું હતું, ૧૯૬૫માં ‘ગુમનામ’ ફિલ્મમાં તેમની ભુમિકા માટે ફિલ્મ ફેર એવોર્ડ મળેલ હતો. ચાયના ટાઉન, સચ્ચાઇ જેવી ફિલ્મોમાં તેમનો અભિનય ખુબ જ વખાણાયો હતો. ૧૯૭૪માં શમ્મી કપૂર, સાધનાની ફિલ્મ ‘છોટે સરકાર’ માં મહત્વની ભુમિકા ભજવી હતી. તીસરી મંજીલ, સિંગાપુર જેવી ફિલ્મોના ગીતો તેના ડાન્સથી હિટ થયા હતા. એ જમાનામાં હેલનનાં ગીતો આવે, કેબ્રે ડાન્સ આવે ત્યારે સિનેમા ઘરોમાં પૈસા ઉડાડતા હતા. દર્શકો તેના રૂપ, રંગ, નૃત્યના દિવાના હતા.
પ્રથમ પતિથી છૂટાછેડા લઇ લેખક અને સલમાનખાનના પિતા સલીમખાન સાથે લગ્ન કર્યા હતા. જેને કારણે સલીમે લખેલી કેટલીક ફિલ્મો ડોન, દોસ્તાના, ઇમાન-ધરમ, શોલેમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. મહેશ ભટ્ટની ‘લહુ કે દો રંગ’ (૧૯૭૯) માં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. બાદ ૧૯૯૯માં લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૩ પછી ફિલ્મોમાંથી સન્યાસ લીધો પણ ૧૯૯૬માં ખામોશી ધ મ્યુઝિકલ, મોહબ્બતે (૨૦૦૦) બાદમા તેમના સૌતલા પુત્ર સલમાનખાનની માતાનો રોી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં કર્યો.
૨૦૦૬માં ફિલ્મ ‘હમ કો દિવાના કર ગયે’ માં પણ હેલન છેલ્લે જોવા મળી હતી. નિવૃત સમય ગાળામાં ‘ડાન્સીંગ કવીન’ ટેલીવિઝન શ્રેણીમાં જજ તરીકે કાર્ય કયુૃ હતું. તેમણે લંડન, પેરીસ, હોગકોંગમાં સ્ટેજ શો પણ કર્યા હતા. તેમના ઉપર લખાયેલ પુસ્તકને ફિલ્મ જગતના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળ્યો હતો. ૧૯૭૩માં મરચન્ટ આઇવરી ફિલ્મની ૩૦ મીનીટની ડોકયુમેન્ટરી પણ હેલન ઉપર બનાવાય હતી.
તેમના પ્રથમ લગ્ન ૧૯૫૭માં ‘દિલ દૌલત દુનિયા’ ફિલ્મ નિર્દેશક પ્રેમ નારાયણ અરોડા સાથે થયા હતા. ર૭ વર્ષના લગ્ન જીવન બાદ ૧૯૭૪માં છુટાછેડા થયા હતા. છ વર્ષ બાદ ૧૯૮૧માં લેખક સલિમખાન સાથે લગ્ન કર્યા હતા. ખાન પરિવારને એક જુટ રાખવામાં સલિમની પ્રથમ પત્ની સલમા સાથે હેલને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને શાયર (૧૯૬૯), એલાન (૧૯૭૨) માં પણ શ્રેષ્ઠ અભિનય માટે એવોર્ડ મળ્યો હતો. ૧૯૫૧ ફિલ્મ આવારથી શરુ કરીને ૨૦૧૨માં આવેલી હિરોઇન ફિલ્મમાં હેલન જોવા મળી હતી. હિન્દી ફિલ્મમાં કલબ સોંગ કે પાર્ટી ડાન્સ સોંગમાં હેલન નંબર વન હતી. ડાન્સર બીન્દુએ પણ એના જમાનામાં પણ ચાર ચાંદ લગાવ્યા હતા.
હિન્દી ફિલ્મ જગતની ડાન્સીંગ કવીન હેલન હમેશા દર્શકોનો દિલો દિમાગ છવાઇ રહી છે. પારસમણી ફિલ્મના ગીત ‘ઉઇમા ઉઇમા યે કયા હો ગયા’ આજે પણ દર્શકો ભૂલ્યા નથી. ડોન ફિલ્મમાં યે મેરા દિલ પ્યાર કા દિવાના તો કારર્વા ફિલ્મનું ગીત ‘પિયા તુ અબ તો આજા’ આજે પણ ઘણા મોબાઇલની રીંગ ટોન જોવા મળે છે. ઇન્કાર ફિલ્મનો ‘મૂંગડા મુંગડા’ નું ડાન્સીંગ ગીત તો હેલનના નૃત્યને કારણે અમર થઇ ગયું હતું. સૌથી શ્રેષ્ઠ ગીતમાં શોલે ફિલ્મનું ‘મહેબુબા ઓ મહેબુબા’ લોકો તે ફિલ્મને આ સોંૅગથી ઓળખે છે. મેરેજીવનસાથી ફિલ્મમાં આવોના ગલે લગ જાઓના જેવા હોટ સોંગ હેલન મદભરા ડાન્સ થી હિટ થયા હતા. શિકારી ફિલ્મમાં ‘તુમ પિયા દિલ દિયા ’ આજે પણ જાુના ગીતોના ચાહકનું પસંદગીનું ગીત છે. ‘ઇસ દુનિયા મેં જીના હોતો’ ફિલ્મ ગુમનામનુઁ ગીત લોકો ભૂલી જ ન શકે કારણ કે હેલનના શ્રેષ્ઠ અભિનય સાથે આ ગીતનો ડાન્સ એ જમાનામાં યુવા વર્ગમાં જબ્બર ક્રેશ હતો.૨૦૧૮માં કપીલ શર્માના શોમાં વિતેલા વર્ષોની ખ્યાતનામ અભિનેત્રસ નંદા, વહિદા રહેમાન, સાધના સાથે હેલન પણ સ્ટેજ ઉ૫ર જોવા મળી હતી. જાુની ફિલ્મોના દોરમાં હેલને ૧૯૫૫ થી શરૂ કરીને ર૧મી સદીમાં પણ છેલ્લે ૨૦૧૨માં કામ કર્યુ, જાુની ફિલ્મો ડાન્સર સાથે વિલન સાથેના નેગેટીવ રોલમાં હેલન વધુ જોવા મળતી હતી. દારાસિંહ સાથે પણ તેમણે ફિલ્મો કરી હતી. જેમાં આયા તુફાન, આજે પણ રફીના સુંદર ગીતો સાથે યાદ આવી જ જાય છે. હેલનના સોંગમાં સિનેમાઘરમાં દર્શકો પણ ડાન્સ કરવા લાગતા હતા.
હેલનનાં હિટ ડાન્સ સોંગ
- * મેરા નામ ચીંચીં ચૂં….. હાવરા બ્રીજ
- * નાઇંટીન ફિફટી સીકસ….. શ્રી૪૨૦
- * ઉઇમા ઉઇમા યે કયા હો ગયા…. પારસમણી
- * પિયા તુ અબતો આજા….. શિકારી
- * આ જાને…. જા…. ઇંતકામ
- * ઓ ઓ મૂંગડા મુંગડા…. ઇનકાર
- * યે મેરા દિલ પ્યાર કા દિવાના…. ડોન
- * ઓ હસીના જુલ્ફો વાલી જાને જર્હા….. તીસરી મંજુલ
- * મેરી જા મૈંને કહા…. ધ ટ્રેન
- * મહબૂબા ઓ મહબૂબા….. શોલે
- * ઇસ દુનિયા મેં જીના હો તો….. ગુમનામ
- * આ ઓના ગલે લગ જા ઓના…. મેરે જીવનસાથી
- * યે જાુલ્ફ અગર ખુલ કે બીખર જાગે…. કાજલ
- * કરલે પ્યાર કરલે તુ દિલ હૈ યહાં…. તલાસ
- * તુમ મુજે યું ભૂલા ન પાઓગે….. પગલા કહીંકા