હળવદ મોરબી હાઇવે ઉપર મોરબી ચોકડી પાસે રોડ ઉપર કિન્નરને પૈસા આપવા ગાડી ઉભી રાખતા આઇસર ચાલકને પાછળથી એક શખ્સ આવી ગાળો દઈ કહેવા લાગ્યો રોડ ઉપર કેમ ગાડી ઉભી રાખે છે તેમ કહી છરી વડે હાથમાં અને પગના ભાગે ઇજા પહોંચાડી લોહી લોહાણ કરી દીધેલ હોય જેથી આઇસર ચાલકને હળવદ સરકારી હોસ્પિટલ સારવારના ખસેડતા હાથમાં પાંચ ટાકા અને પગમાં બાર ટાકા આવતા આઇસર ચાલકે ’લાલા’ નામના શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ડીસા ગવાડી ગામમાં રહેતા અને આઇસર ચલાવતા દિલાવરખાન ગુલાબખાન પઠાણ ઉવ.41 એ આરોપી લાલો રહે.મૂળ અમદાવાદનો હાલ મહેસાણા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. 30નવેમ્બરના રોજ આઇસર ગાડીમાં ભરેલ માલ પાલનપુર ખાલી કરી ધ્રોલ ભરવા જતો હતો ત્યારે હળવદ મોરબી હાઇવે રોડ ઉપર મોરબી ચોકડીએ પહોંચતા એક માસી(કિન્નરે) મારી ગાડી ઉભી રખાવતા મેં તેને પૈસા આપ્યા તે દરમિયાન આરોપી લાલાએ પાછળથી આવી મને ગાળો આપી કહેલ કે રોડ ઉપર ગાડી કેમ ઉભી રાખે છે તે કહી મને જમણા હાથમાં અને પગમાં છરીના બે ઘા મારી ઇજા પહોંચાડી ત્યાંથી નાસી ગયો હતો. જેથી મને હળવદ સરકારી હોસ્પિટલમાં લોહી લોહાણ હાલતમાં લઇ જવાતા ત્યાં હાથમાં પાંચ ટાકા આવ્યા હતા અને પગમાં બાર ટાકા આવ્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી લાલા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.