સ્થાનકિ તંત્રને અંધારામાં રાખી રૂ. 12.63 કરોડના મુદામાલ સાથે 20 થી વધુ શખ્સોની એસ.એમ.સી. દ્વારા દરોડા પાડતા ડી.જી. દ્વારા કરાઇ કડક કાર્યવાહી

હળવદની બ્રાહ્મણી નદીમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ચાર દિવસ પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે ખનીજ માફીયા પર દરોડામાં કરોડોના મુદામાલ સાથે 20 થી વધુ શખ્સોની ધરપકડ કરી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. જે પ્રકરણના રીપોર્ટના આધારે ડીજીપી દ્વારા હળવદ પોલીસના પી.આઈ. એમ.વી.પટેલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ હળવદ નજીક હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મણી નદીમાં મોટાપાયે રેતીનુ ખનન થતુ હોવાનુ સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી માહિતીના આધારે સ્થાનીક તંત્રને અંધારામાં રાખી દરોડો પાડયો હતો. જેમાં રૂા.12.63 કરોડનો વાહનો સાથે 20 થી વધુ શખ્સોની ધરપકડ કરી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.

એસએમસીએ કરેલા રીપોર્ટના આધારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલીક અસરથી હળવદ પોલીસ મથકના પી.આઈ. એમ.વી.પટેલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. આથી જીલ્લા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.