પાંચ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે આયોજકોએ અબતક મીડિયાની લીધી શુભેચ્છા મુલાકાત
રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ આયોજીત સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે 37 માં સમુહ લગ્નોત્સવ સાથે અનેરો ઉત્સવ રાજકોટમાં રહેતા હાલારી શ્રીમાળી સોની સમાજનો સમુહ લગ્નોત્સવ તારીખ 11 ને શનિવાર ના દિવસે રાજકોટ ખાતે આયોજન કરેલ છે.
શુભ લગ્નસ્થળ પર્વન પાર્ટી પ્લોટ , ધ વન વર્લ્ડ ની સામે , અયોધ્યા ચોક પાસે , 150 ફુટ રીંગ રોડ , રાખેલ છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક અશોકભાઈ મથુરદાસ ઝીંઝુવાડીયા રાજકોટ હાલારી શ્રીમાળી સોની સમાજના પ્રમુખ ત્થા યુવક મંડળના સલાહકાર છે.પાર્ટી પ્લોટ તથા ભોજન સમારંભના મુખ્ય દાતા રાધિકા જવેલર્સ વાળા મથુરદાસ ભનુભાઈ ઝીંઝુવાડીયા સ્વ. હંસાબેન મથુરદાસ ઝીંઝુવાડીયા, અશોકભાઈ એમ . ઝીંઝુવાડીયા, હરેશભાઈ એમ . ઝીંઝુવાડીયા સહપરિવાર છે.
સમુહ લગ્નોત્સવમાં પાંચ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે . સમુહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાનીઓ અતિથિ વિશેષ ઓ રીઝર્વ ફંડના દાતાઓ દ્વારા સહયોગ મળેલ છે . દિકરીઓને આણામાં સોનાની ચુડલી , સોનાની બુટી , સોનાનુ પેંડન્ટ , સોનાની ચુંક વિ . ચાંદીના સાંકડા , ફેરીયા , વિંછીયા , વિ . તેમજ જીવન જરૂરીયાતની 125 થી વધુ વસ્તુઓ આપવામાં આવશે . યુવક મંડળ દ્વારા દિકરીઓને ઘરઘંટી , ડબલ બેડ પેટી પલંગ , કબાટ , ટીપોઈ (બેડરૂમ સેટ) અને માઈક્રોવેવ ઓવન આપવામાં આવશે . સમુહ લગ્નોત્સવના પાર્ટી પ્લોટના દાતાના પરિવાર ઉપરાંત ગૃહશાંતિના યજમાન ગા્રૈ.વ. ભીખાલાલ દુર્લભજીભાઈ લાઠીગરા ત્યા ગૌ.વા. નિર્મળાબેન ભીખાલાલ લાઠીગરા લાઠીગરા રાજકોટ.
આ સમુહ લગ્નોત્સવની સાથોસાથ દાતા ગૌ . વા . હરકીશનભાઈ લીલાધરભાઈ લાઠીગરા તથા ગૌ . વા . અ . સૌ . ક્રિષ્નાબેન જીતેન્દ્રભાઈ લાઠીગરા હ . જીતેન્દ્રભાઈ એચ . લાઠીગરા ના સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે . રક્તદાતાઓને દાતા તરફથી આકર્ષક ભેંટ આપવામાં આવશે .
સમગ્ર ભારતભરમાં આ પ્રથમ સંસ્થા છે જે સળંગ 37 મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવા જઈ રહી છે . અત્યાર સુધીમાં 750 નવયુગલોને સમુહ લગ્નોત્સવ દ્વારા પ્રભુતામાં પગલા પાડીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવેલ છે.
સમસ્ત શ્રીમાળી સોની સમાજને આ 37 મા સમુહલગ્નમાં પધારવા માટેનું ભાવવર્યુ નિમંત્રણ પાઠવીએ છીએ . તેમજ દિકરીઓને આણામાં વસ્તુઓ આપવા માટે દાનની અપીલ કરીએ છીએ .