છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં આજ સોમવતી અમાસ અને પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિવાલયોમાં ભાવિકોએ દેવાધીદેવ મહાદેવને જલાભીષેક કર્યા હતો.
કોરોનાના મહામારીના કારણે શિવાલયોમાં દર વર્ષ કરતાં આ વર્ષે લોકો ઓછી સંખ્યામાં નજરે ચડયા હતાં. તેમજ જામધર્માદા ટ્રસ્ટના મંદિરોમાં ફક્ત ભાવિકોને દર્શન કરવા માટે જ ખુલ્લુ રાખવામાં આવ્યું છે. શહેરના સિધ્ધના મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશીવિશ્વનાથ મહાદેવ મંદીર તેમજ પ્રતાપેશ્વર મહાદેવના મંદિરને આબેહુબ રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે.