યુવતીઓ માટે ફેસ્ટિવ સિઝનમાં વાળને સ્ટાઈલ કરવા એ સૌથી મોટી મુસીબત બની જાય છે.લાંબા અને મજબૂત વાળમાં કોઈ પણ હેરસ્ટાઇલ બની જાય છે પરંતુ જો વાળનો ગ્રોથ એટલો સારો ના હોય તો તેમાં હેરસ્ટાઇલ બનાવી સૌથી મહેનત વાળું અને મુશ્કેલ કામ છે.પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને આ પાતળા વાળમાં કઈ હેરસ્ટાઇલ કરવી તેના વિષે જણાવીશું…તમે તમારા ચહેરા પ્રમાણે આ હેરસ્ટાઇલમથી કોઈ પણ એક ને પસંદ કરી શકો છો.
1-વન સાઈડ પ્લેટ
આ હેરસ્ટાઇલ બનાવી ઘણી આસન છે. જેવી રીતે સામાન્ય રીતે વાળને ગુથો છે તે જ રીતે આ હેરસ્ટાઇલને બનાવો પણ તેને માથાની વચ્ચે ની પરંતુ સાઇડમાં રાખો.
2-હાઇ પોનીટેલ
આ હેરસ્ટાઇલ તમારા ચહેરાઅને તેના પછાડના લુકને ચેંજ કરી દેશે અને વાળ લાંબા પણ લાગશે. આ હેરસ્ટાઇલ બનવા માટે તમારે બધા વાળને એકસરખા કરી ફિક્સ કરો. બસ તૈયાર છે તમરી આ હેર સ્ટાઈલ.
3-વાળમાં કર્લ કરો
પાતળા વાળમાં કર્લ કરવું એ બેસ્ટ ઓપશન છે. કર્લ્સ તમારા વાળને લાંબા અને મજબૂત બતાવે છે.
4-હાફ હેયર બન
તમારા અડધા વાળમાં જુડો બનાવી બાકીના વાળને ઓપન રાખો. આ હેરસ્ટાઇલ બનાવી ઘણી સરળ છે. કલર કરેલા વાળમાં આ હેરસ્ટાઇલ પરફેટ લાગે છે.
5-પિકસી હેયર કટ
જો તમારા વાળ વઘુ જ પાતળા હોય તો આ હેર સ્ટાઈલ તમારા માટે બેસ્ટ છે. આ હેયર કટ ઇંડિયન અને વેસ્ટન બને લુકમાં પણ સુટ કરે છે.