શું અઢળક રૂપિયા ખર્ચીને પણ મળે છે વાળની સમસ્યાનું મૂળ નિદાન?
“યે ઝુલ્ફ અગર બિખર જાએ તો અચ્છા…..”વાળ એ વ્યક્તિની સુંદરતા વધારે છે , આપડે ગમે તેટલા સારા વસ્ત્રો પરિધાન કરીએ પણ જો વાળ સુંદર ના હોય તો એ વ્યક્તિનો પોશાક બેરંગ બની જાય. સ્ત્રી હોય કે પુરુષ કે પછી બાળક દરેક માટે સુંદર વાળ ખૂબ જ મહત્વના હોય છે. એમાં પણ આદિ કાળથી વાળની સાર સંભાળ માટે ઘણા બધા નુસ્ખાઓ અપનાવી વાળને સુંદર , લાંબા, ઘટાદાર અને કાળા રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે.
આજના જમાનામાં પણ વાળનું મહત્વ એટલું જ છે પરંતુ તેની સાર સંભાળ અને ફેશન પ્રમાણે તકેદારી રાખવાની તરકીબો બદલાતી જાય છે.વાળની સુરક્ષા માટે ખૂબ જ ચિંતિત લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચતા હોય છે છતાં પણ વાળની એટલી જ સમસ્યા વધતી જાય છે . આજના આઘુનિક યુગમાં સમયની માંગ સાથે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પાર્લર અને સલૂનની બોલબાલા છે. ફ્ક્ત હૈર કટીંગ જ નહી પરંતું તેને લગતી દરેક ટ્રીટમેન્ટ માટે લોકો હજારો રૂપિયા ખરચતા હોય છે. જેની સાથે સાથે વિવિઘ પ્રકારનાં શેમ્પૂ, ક્ધડીશનર, હેર માસ્ક, શિરમ તથા હેર ઓઇલ માટે અઢળક રૂપિયા લોકો દ્વારા ખર્ચાતા હોય છે. અને નવી નવી બ્રાન્ડ માર્કેટમાં આવતી રેહતી હોય છે . આપડે જોતા હોઈએ છીએ કે ટીવી જાહેરાતો માં યુવતીઓ અને યુવાનો મનમોહક, રેશમી અને ઘટ્ટ વાળમાં દેખાડતા હોય છે પણ તો પણ કંઈ વળતું હોતું નથી.
યુવાનોમા ઉઈંઢ એટલે કે ડુ ઇટ યોર સેલ્ફ એટલેકે ઘરગથ્થુ ઉપચારનો ચીલો પણ એટલો જ ચાલ્યો આવે છે. જેના માટે ડિજીટલ મઘ્યોમોનો ઊપયોગ કરીને લોકો સુધી માહિતી પોહચડવી એ ખૂબ જ સરળ બની ગયું છે. વાળ ની સુંદરતા ફ્ક્ત બાહ્ય જ નહી પરંતુ આંતરિક એટલી જ મહત્વની હોય છે જેથી કરીને લોકો હેર માટે સ્પેશ્યલ ટ્રેનરની સલાહ લઈ હેલ્ધી ડાયટ, યોગા અને પ્રાણાયામ તેમજ કસરતો કરીને પણ વાળને મજબૂત રાખવા મહેનત કરતા હોય છે. લોકો લાંબા અને સુંદર વાળ માટે એક નુસખા થી થાકે તો બીજા એમ દરેક પ્રકારના નીવારણો કરી ચૂકે છે. આયુર્વેદ પણ એમાં સહેજે પાછળ નથી , માર્કેટમાં વિવિધ આયુર્વેદિક પ્રકારનાં પ્રોડક્ટ્સની માંગ પણ જોવા મળતી હોય છે.
યુવાનો આજકાલ લોકપ્રિય ફિલ્મોના અભિનેતા અને અભિનેત્રીઓ ની હેર સ્ટાઈલનો ક્રેઝ પણ એટલો ચાલ્યો આવે છે. એક કાળે લાંબા વાળમાં દેખાતો યુવાન અચાનક નવી ફેશનને અનુરૂપ ફરી બ્લન્ટ કટ લઈને ફરતો હોય છે આમ ટ્રેન્ડને અનુરૂપ હેર સ્ટાઈલ બદલવાનો ચીલો પણ એટલો જ માર્કેટ માં સદીઓથી ચાલતો આવ્યો છે. ફેશનને અનુરુપ અવગણિત ટ્રીટમેન્ટ આજે માર્કેટમાં ટ્રેન્ડમાં છે જેમાં હેર કલર, રીબોન્ડિંગ, કેરાટીન, હેર સ્પા, પ્રોટીન ટ્રીટમેન્ટ, સ્ટ્રેટનિંગ, આયનિંગ જેવી વિવિધ સુવિધાનો સમાવેશ થતો હોય છે. જો સાવ વાળ જ ના હોય તો….? “ટાલિયો કે મારે દાંતિયો જોઈએ જમખુડી રે જમખૂડી .” જેવી પરિસ્થિત થાય તો એના માટે આપડે મેડીકલ ક્ષેત્રમાં પણ વાળની સારવાર માટે ખૂબ જ મોટા પાયે ક્રાંતિ કરી લીધી છે. હેર લોસ, ડેન્ડ્રફ કંટ્રોલ, લેઝર ટ્રીટમેન્ટ, હેર રી ગ્રોથ જેવી વિવિઘ સારવારો પણ તજજ્ઞો દ્વારા આપી નવા વાળને ઉગાડી જાણે જીવન પ્રદાન કરે છે . પણ જો આ જ વાળ જ્યારે આપડી થાળી માં આવી જાય તો…!! તે ઇ જ આપડા વાળ પર આપણને ચીતરી ચઢશે…!! આમ વાળની ફેશન તો દિવસને દિવસે બદલાતી જાશે, અને નવા નવા પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ એટલી જ માર્કેટ માં આવતી રહેશે.
વાળ હોવા છતાં પણ દાંતિયો કોઈ કામનો નહી!!!
માનવીઓ દ્વારા ટેકનોજીનો અદ્યતન વિકાસ થયો હોવા છતાં વિશ્વમાં અમૂક બીમારીઓ અસાધ્ય હોય છે. જેમાંની એક છે “અન કોમ્બેબલ હેર સિન્ડ્રોમ”. વિશ્વમાં 100 માંથી 1 વ્યક્તિને થાય છે અનકોંબેબલ હેર સિંડ્રોમ નામની દૂર્લભ બીમારી થતી હોય છે. આ બીમારી મોટાભાગે બાળપણથી જ જોવા મળે છે. જેમા માથા પર બહોળા પ્રમાણમાં વાળનો જથ્થો જોવા મળે છે સામાન્ય રીતે આ પ્રકારના વાળને સ્ટ્રો કલરના વાળ અથવા સિલ્વરી-બ્લોન્ડ કહેવામાં આવે છે. વાળમાં જો એક વાર કાંસકો રહી જાય તો તેને કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. આ પ્રકારના સિન્ડ્રોમનું કારણ આનુવંશિક પરિવર્તન છે જે PADI3, TGM3 અને TCHH જીનમાં ફેરફારને કારણે થાય છે. જે બાળક આ બિમારીથી પીડાતુ હોય તેના વાળમાં એટલી ગૂંચ રહેતી હોય છે કે , માતા પિતાએ કલાકો સુધી મેહનત કરવી પડતી હોય છે.