હેર કલર માટે વાળમાં મેંદી લાગવાનુ પ્રચલન પ્રાચીન છે, કારણકે મેંદી નેચરલ ઔષધિ હોવાથી તે વાળમાં નુકશાન પોહચાડતી નથી અને પોષણ પણ પૂરું પાડે છે ,જોકે આજકાલ તો બજારમાં તૈયાર હેર કલર પણ ઉપલબ્ધ છે પરંતુ તેમાં રહેલ ઍમોનિયાને કારણે આ પ્રકારના હેર પ્રોડક્ટ વાળ માટે જોખમી બને છે .પરંતુ તમારા કિચન માજ હેર કલર રહેલો છે, જી હા તમે કોફીથી પણ તમે વાળને નેચરલ રંગ આપી સકો છો .મહિલાઓ તેના લૂકમાં ચેંજ લાવવા માટે અનેક વખત પ્રયોગ કરતી હોય છે ,માટે કોફી પણ વાળ માટે ખુબજ સારી અને પોષણ આપતી વસ્તુ છે ,જે તમારા હેરને કલર ની સાથે પ્રોટેક્ટ પણ કરશે તમે કલાક માજ હેર ટેક્ષ્ચર બદલાવી શકશો.
હેર કલર માટે તમે કોફીને મેંદી સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો ,તેના માટે રેગ્યુલર મેંદીમાં કોફી પાવડરની પેસ્ટને મિક્સ કરી અગાઉ પાલડી રાખવાથી વધારે સારું રિજલ્ટ મળસે ,હવે આ પેસ્ટને વાળમાં એપ્લાઈ કરીને 30 મિનિટ રેહવા દો ,ત્યારબાદ તમે હેર વશ કરી શકો છો ,જો તમારે હેર ટેક્સચર રેડ્ડીશ આપવું હોય તો વધુ મેંદી અને ઓછા પ્રમાણમા કોફીનો ઉપયોગ કરવો ,અને બ્રાઉન કલર માટે વધુ કોફીનો યુજ કરવો હિતાવહ છે .
આ પેસ્ટની માત્ર તમારા વાળની લંબાઈ મુજબ રાખવી ,જે લોકોને સરખું હેર કલર કરતાં નથી આવડતું તેઓ કોફી વોટર સ્પ્રેનો પણ ઉપયોગ કરી સકે છે ,તેના માટે તમારે બે કપ કોફીમાં પણ મિક્સ કરી સ્પ્રે બોટલ તૈયાર કરવાની રહશે ,આ સ્પ્રેથી શેમ્પૂ કર્યા પેહલા હેર પર અપપ્લાય કરો અને ત્યારબાદ વાળ ધોઈ નાખો . કોફીની મદદથી તમે નેચરલ હેર ડાય પણ બનાવી શકો છો તેના માટે અડધા કપ પાણીમાં કોફી ઉમેરી તેને ઉકડવા દો ,ઠંડુ થયા બાદ આ પેસ્ટને હેર પર એપ્લાઈ કરો .એક કલાક સુધી આ પેસ્ટને વાળમાં રેહવા દો અને ત્યારબાદ શેમ્પુની મદદથી વોશ કરો .આ હેર ડાયથી વાળને બ્રાઉન કલર મળશે.