૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે: રકતદાન કેમ્પ અને પુલવામા શહીદોને શ્રધ્ધાંજલી ‚પે ફંડ એકઠુ કરવાનો નિર્ધાર; જ્ઞાતિ અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ આયોજીત સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે ૩૪મો સમૂહ લગ્નોત્સવ રવિવારે તા.૧૦-૩-૧૯ના રોજ શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે રાખેલ છે જે ભારતભરની પહેલી સંસ્થા છે જે સળંગ ૩૪મો સમૂહલગ્ન મહોત્સવ ઉજવવા જઈ રહી છે. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહીને નવદંપતિને શુભેચ્છા તેમજ આશિર્વાદ પાઠવવા જ્ઞાતિજનોને નિમંત્રણ અપાયું છે.
આ સમૂહ લગ્નોત્સવમાં સાત (૭) નવયુગલો પ્રભુતાનાં પગલા માંડવા જઈ રહ્યાં છે. ત્યારે જ્ઞાતિજનોનો બહોળો પ્રતિસાદ મળેલ છે. જેમ કે દીકરીઓને આણામાં સોનાની ચુડલી, સોનાનો પેન્ડલ સેટ, સોનાની બુટી, સોનાની ચુક, ચાંદીના સાંકળા, ચાંદીના સિકકા, ચાંદીની ગાય, ચાંદીના ફેરવા તેમજ ઘરઘંટી, ડબલ બેડ પેટી પલંગ, ગાદલા સેટ, કબાટ, ડ્રેસિંગ ટેલબ, ટિપોઈ, ખુરશી તેમજ ઘરવખરીની ૧૦૦થી પણ વધુ કરિયાવરમાં દાતાઓના સહયોગથી મળેલ છે.
૩૪માં સમૂહ લગ્નોત્સવમાં ભોજન સમારંભના દાતા ગં.સ્વ.હંસાબેન મથુરદાસ ઝીઝુંવાડીયા પરિવાર, રાધિકા જવેલર્સનો સહયોગ મળેલ છે. સમૂહ લગ્નોત્સવ સાથે ‘મહારકતદાન’ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.
પુલવામાં શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે આ સમૂહ લગ્નમાં વરઘોડો (પ્રોસેશન) મુલતવી રાખેલ છે અને સૈનિકોના વેલફેર ફંડ પણ એકઠુ કરવાનો નિર્ધાર કરેલ છે. સમૂહ લગ્નોત્સવની સફળતા માટે જ્ઞાતિ અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.