ધુનડામા અલખધણીની આરાધના , સત્સંગ-પ્રસાદ-શિક્ષણ નો ત્રિવેણી સંગમ વિશ્વસ્તરે પાંગર્ય
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડામા સતપુરણધામ આશ્રમ સ્થાપી સેવાનો અવિરત યજ્ઞ પ્રજવલિત કરનારા સંત જેન્તિરામ બાપા ની જે ભગવાન ના નાભિનાદ સાથેની સંસ્કૃતિ ધરોહર જાળવણીની સાધનાને ઇંગ્લેન્ડમાં બિરદાવાતા સમગ્ર હાલાર,સૌરાષ્ટ્ર,ગુજરાત અને રાષ્ટ્ર નુ ગૌરવ વધ્યુ છે. ગતગુરુવાર, નાં રોજ હાઉસ ઑફ કોમન્સ – લંડન મુકામેપૂજ્ય સાહેબ શ્રી જેન્તિરામ બાપા સત્ પુરણધામ આશ્રમ – ઘુનડા ને એમનાં બ્રિટનનાં પ્રવાસ દરમિયાન તેમનાં દ્વારા ભારતનાં અધ્યાત્મ રસને વૈશ્વિક સ્તરે સમર્પિત પણે લઈ જવાં અને સમાજ માટે તેઓનાં કલ્યાણકારી યોગદાન માટે “ધર્મ ભૂષણ” એવોર્ડથી શ્રી સિમોન ઑવેન્સ (બ્રિટનનાં રાણીનાં પ્રતિનિધિ) શ્રી બોબ બ્લેકમેન (મેમ્બર ઑફ પાર્લામેન્ટ, હેરો ઇસ્ટ – લંડન)સનાતન ધર્મભૂષણ પરમ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજી (ધર્મ મંત્રી અને ખ્યાતનામ આધ્યાત્મિક અગ્રણી) દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં છે.
સૌરાષ્ટ્રની ભોમકા સતિ શુરાની છે તેમ અનેક સંતો થકી આ ધરતી નુ તેજત્વ અને ઉર્જા ઘણી વખત સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટે સતત માર્ગદર્શક બની રહે છે. તેવીજ રીતે ધુનડામા સત્સંગ ,શિક્ષણ,ગૌસેવા,સત્સંગ,સેવાનો અવિરત યજ્ઞ ચલાવતા જેન્તીરામ બાપા બહોળો સેવક સમુદાય ધરાવે છે કુદરતી સાન્નિધ્યમા આવેલા આશ્રમ ની પુજ્ય મોરારીબાપુ ,પુજ્ય રમેશભાઇ ઓઝા સહિત સૌ વંદનીય સંતો , ખુબ જ બહોળી સંખ્યામા જ્ઞાન પિપાસુઓ, ધર્મ આરાધકો અને સત્સંગ પ્રેમીઓ અવિરત મુલાકાત લેતા જ રહે છે . અહિ ગુ્રુદેવ સંત હરિરામ બાપાની જયંતિ , ગુરૂપુર્ણિમા સહિતના ધર્મોત્સવ ખુબ દિવ્ય માહોલમા યોજાય છે. સતપુરણધામને સમર્પિત સતિષભાઇ પુજ્ય બાપા ની વાણી અને શાસ્ત્રજ્ઞાન બહોળા સેવક વર્ગ ને નિત્ય ટેકનોલોજીના માધ્યમથી પ્રસાદરૂપે વિતરણ કરે છે
જેની સૌ આતુરતા પુર્વક પ્રતિક્ષા કરતા હોય છે તો વળી આશ્રમના મુલાકાતીઓ , ગૌશાળા, વિદ્યાલય, નિર્માણાધીન સર્વે સંકુલો દરેક બાબત ની દેખરેખ આગતા સ્વાગતા સન્માન ઉતારા વ્યવસ્થા પ્રાસાદ વ્યવસ્થા દર્શન આરતી પુજા નિત્ય સત્સંગ વ્યવસ્થા સહિતની બાબતો માટે હસમુખભાઇ,ભાવેશભાઇ, કમલેશભાઇ, હિતેશભાઇ, રાજેશભાઇ તેમજ પરિવારના સૌ માતાઓ બહેનો આતિથ્ય ધર્મ સાથે ધર્મ સંસ્થાન માટે નિરંતર એવી જહેમત ઉઠાવે છે કે વંદન કરવાની સહેજે પ્રેરણા થાય એમાંય બાપા અને મા સત્સંગ મા આપણા વંદનીય પ્રાત:સ્મરણીય સંતો ભક્તોની રચના ને ભક્ત સમુદાય સમક્ષ નાભિના સુર અને આત્માની આહલેક સાથે પ્ર્સ્તુત કરે ત્યારે અગમ સાથે અનોખી સુરતા સધાતી હોય છે જે ભકતિરસ પામવો એક લ્હાવો છે. આવા સંતનુ ઇંગ્લેન્ડની ભુમિ ઉપર એવોર્ડ થી સન્માન થયુ એ સ્તુત્ય છે અને હિન્દુસ્તાન ની સંત તેમજ ગુરૂ પરંપરાનુ સન્માન છે અને સનાતન ધર્મ ની ધરોહરનુ ગૌરવ છે તેમ પણ આશ્રમના મિડીયા ક્ધસલ્ટન્ટ અને પ્રખર જલારામ ભક્ત બાપાના પ્રિતિપાત્ર અશોકભાઇ ઠકરારે જણાવ્યુ હતુ.