યુનિટના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
સાધુ-સંતો સહિત ઉધોગપતિઓ અને રાજકીય આગેવાનો હાજર રહ્યા
સ્વાદ પ્રેમી જનતા માટે હદવાણી ગ્રુપ દ્વારા ગોકુલ નમકીન ખુલ્લુ મુકવામાં આવ્યું છે આ લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એટલો જ નહીં સાધુ સંતો દ્વારા પણ હદવાણી પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આકે ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે આ એક સારી વાત કહેવાય કે પોતાની કલા નો ઉપયોગ લોકોના હેત માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે આ યુનિટ શરૂ થતા 2000 લોકોને રોજગારી સીધી જ મળી રહેશે અને જેમાંથી 60 ટકાતો મહિલાઓ દ્વારા કંપની ચલાવવામાં આવશે જે સૌથી મોટી વાત છે.
બીજી તરફ ઉપસ્થિત સર્વે મહાનુભાવો એ પણ આ પ્રયાસને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે ગોકુલ નમકીન ની શરૂઆતમાં જ જે એક કરોડ રૂપિયાનો વેચાણ અને આવક ઊભી કરી છે તે આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યાએ જોવા મળશે. હાલ જે રીતે રોજગારી લોકોને મળી રહી છે તેનાથી પણ વ્યાપક પ્રમાણમાં લોકો પોતાની જવાબદારી ગોકુલમાં નિભાવશે. હાલ સ્વાદ પ્રેમી જનતાને સ્વાદની સાથોસાથ સ્વાસ્થ્યવર્ધક નાસ્તાઓ મળી રહે તે માટે વાંકાનેર બાયપાસ પાસે ગોકુલ નમકીનને 150 કરોડના ખર્ચે પ્લાન્ટની સ્થાપના કરી છે. શરૂઆતમાં જ ભારતના મુખ્ય રાજ્યોમાં પોતાની ઓળખ પણ ઊભી કરી દેવામાં આવી છે.
લોકો વિદેશની કંપનીઓ ના પેકેજ નાસ્તા કરવા માટે પ્રેરિત થતા હોય છે પરંતુ ગોકુલ એક એવી કંપની છે કે જે લોકોને સ્વાસ્થ્યવર્ધક નાસ્તાઓ આપે છે. ઉપસ્થિત મહાનુભાવો એ પણ હદવાણી પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ ઉપયોગી અને લાભદાય નિવડશે. લોકાર્પણ પ્રસંગે ગોકુલના ડીલરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશી લોકો ગોકુલ નમકીનને ઓળખે એ જ કંપનીની સફળતા હશે : પ્રફુલ્લ હદવાણી
ગોકુલ નમકીનના સ્થાપક પ્રફુલ્લભાઈ હદવાણીએ જણાવ્યું હતું કે કંપનીનો ગોલ નિર્ધારિત કરેલો જ છે અને તે ગોલ છે કે જ્યારે ગોકુલ નમકીન વિદેશી લોકોના મુખ ઉપર ચર્ચાતું હશે ત્યારે જ કંપની ખરા અર્થમાં સફળ થઈ ગણાશે. તરફ તેઓએ જણાવ્યું હતું કે હાલ કંપની અને તેમાં કામ કરતા કર્મચારીઓનો એક જ લક્ષ્યાંક છે કે લોકોના મુખે ગોકુલ નમકીન હોય અને તેના માટે દરેક ગુણવત્તા ને ધ્યાને રાખી કંપની આગળ વધશે. તેઓએ તેમના માતા પિતાની સાથે તેમના મોટા ભાઈનો પણ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેમના કારણે જ હાલ તેઓ આટલી મોટી કંપની ઉભી કરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત થયા છે. તેઓએ તેમના દીકરા દર્શિતભાઈ હદવાણી વિશે પણ જણાવ્યું હતું કે તે નવી પેઢીને તૈયાર કરવા માંગે છે જેથી આવનારા દિવસોમાં તે કંપનીને સફળતાના શિખર સર કરાવે.