હડમતાળા ઔઘોગિક વિસ્તારમાં મહાનુભાવોની હાજરીમાં ૧૦૦૧ રોપાનું રોપણ કરાયું
હડમતાળા ઇન્ડસ્ટ્રીઅલ એસો. દ્વારા કોરોના વાઇરસની વૈશ્ર્વિક મહામારી સાથે પ્રજાને સુરક્ષિત રાખવા રાત-દિવસ, સમય સંજોગ જોયા વિના સંપૂર્ણ જોયા વિના સંપૂર્ણ સમર્પિત ભાવથી કામ કરનારા કલેકટર ઓફીસના અને પોલીસ ખાતાના દેશપ્રેમી અને કર્તવ્યનિષ્ઠ અધિકારીઓની બેખોફ કામગીરીની યાદગીરી તેમજ સંસ્મરણો જીવંત રહે અને પર્યાવરણનું જતન થાય એ રીતે તેઓને બિરદાવવાના હેતુથી આ બાહોશ અને સન્માનતીય અધિકારીઓની પ્રેરક ઉ૫સ્થિતિમાં હડમતાળા ઔઘોગિક વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.
જેમાં કલેકટર રેમ્પા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, અધિક કલેકટર પરિમલ પંડયા, સહીત પ્રતિપાલસિંહ ઝાલા ડી.વાય.એસ.પી. ગોંડલ એન.આર. ધાધલ, ડે. કલેકટર (ઇલેકશન) રાજકોટ, બી.જે. ચુડાસમા, મામલતદાર ગોંડલ, તાલુકા બી.એમ. જાદવ, મામલતદાર કોટડાસાંગાણી મહેન્દ્રસિંહ રાણા, પી.આઇ. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય, એચ.જી. પલ્લાચાર્ય, પી.આઇ. એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય અજયસિંહ જાડેજા, પી.એસઆઇ ગોંડલ તાલુકા વી.કે. ગોલવલકર પી.એસ.આઇ. કોટડા સાગાણી કે.એ. ગોહિલ પી.એસ.આઇ શાપર વેરાવળ, શ્રી રિજવી પીએસઆઇ ગોંડલ, વિજયભાઇ ડોબરીયા પ્રમુખ સદભાવના વૃઘ્ધાશ્રમ રાજકોટ, રમેશભાઇ ટીલાળા ચેરમેન શાપર વેરાવળ ઇન્ડ એસો જેન્તીભાઇ સરધારા, પ્રમુખ લોઠડા પડવલા ઇન્ડ. એસો. સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉ૫સ્થિત રહી પ્રોત્સાહન પુરુ પાડયું હતું. એસોસીએશનના ચેરમેન પ્રવીણભાઇ જસાણી, પ્રમુખ રમેશભાઇ પાંભર, ઉપપ્રમુખ મહેશભાઇ સાવલીયા તથા કારોબારી સભ્યો સહીત એસોસીએશનના તમામ સભ્યોએ વૃક્ષારોપણ માટે જહેમત ઉપાડી હતી. ૧૦૦૧ રોપાના વૃક્ષારોપણ સાથે ખર્ચ વર્ષે ૧૧,૧૧૧ વૃક્ષો આ વિસ્તારમાં વવાય અને ઉછેરાય એ સંકલ્પ સાથે એસોસિઅશન પ્રયાસ કરી રહ્યું છે.