આજે સમગ્ર દેશ વિશ્વ 22 જાન્યુઆરીએ યોજનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કારણે રામમય બન્યું છે. ત્યારે પ્રભાસ તીર્થ સોમનાથ અને તેની આસપાસના મંદિરો રામ મંદિરને મળતી આવતી ઘટનાઓમાં તે કાળમાં પસાર થયા છે.
495 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર
સોમનાથ મંદિર ઉપર આક્રમણ અને વિસર્જનની સાથોસાત સર્જનનો ઈતિહાસ તો લોકોમાં જાણીતો છે તો પ્રભાસના કર્મકાંડી બ્રાહ્મણ નાનુભાઈ પ્રચ્છક કહે છે આજે જેમ 495 વર્ષ પછી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. તેમ હાલનું સોમનાથ મંદિર વિદેશ આક્રમણનો ભોગ બન્યાપછી 245 વર્ષ પછી એ જ સ્થળે બંધાયું જેનો સ્વ. હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રીજી લિખીત પ્રભાસ ગ્રંથમાં ઉલ્લેખ છે.
સોમનાથના કર્મકાંડી બ્રહ્મદેવતા કિર્તીદેવ શાસ્ત્રી આ વાતને આગળ વધારતા કહે છેકે 1947માં ભારતને આઝાદી મળી પછી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને સોમનાથ મંદિરના નવનિર્માણનો દ્દઢ સંકલ્પ લીધો જેને કારણે બન્યું આજનું સોમનાથ મંદિર જેથીલોકોમાં પ્રચલીત છે કે જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથ જોવા પામી ન હોત.
પ્રભાસના દેહોર્ત્સગ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરનો પણ આવો જ ઈતિહાસ છે. જયાં ઈ.સ. 1892માં વિધર્મી ઓ તોફાન મચાવી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા દિવસે મંદિરને તાળુ લગાડી દીધું જે 45 વર્ષ બાદ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને આઝાદી મળતા જ ખોલાવી આપ્યુ જે સ્થાને હાલ નવુ બનેલ લક્ષ્મીનારાયણ મંદિર છે.
સોમનાથના ભગુભાઈ પ્રચ્છક કહે છે. ભગવાન રામની સ્મૃતિ આપતી અનેક વાતો પ્રભાસ તીર્થ સાથે સંકળાયેલ છે. જેમાં રામકુંડ, રામેશ્ર્વર, રામરાખ ચોક લોકોમાં જાણીતા છે.
વિદેશી વિધર્મી આક્રમણનું ભોગ તે કાળમાં વેણેશ્ર્વર મંદિર જે હાલના સોમનાથ મંદિરે જતા રસ્તે આવેલ છે તે કાળમાં ત્યાં વેણી નામની રાજકુંવરી જે સદાય વરૂણેશ્ર્વર મહાદેવનું પુજન કરતી તેવામાં અચાનક વિધર્મી આક્રમણ થતા તેને મહાદેવને સાદ કયો રઅને મહાદેવના શિવલીંગના બે ભાગ થયા જેમાં તે બેસી અને શિવલીંગ બંધ થયું આમ તેની રક્ષા કરી અને તેનો ચોટલો બહાર ર હી ગયો જેની ઉપર આક્રમકોએ કુહાડા પ્રહાર કર્યા જે નિશાની આજે પણ જોવા મળે છે. આવાંતો અનેકો સ્થળો છે જે વિસર્જન સર્જન પામતા રહ્યા.