પરીક્ષામાં ખોટા ઉમેદવારો દર્શાવવાનું કાવતરૂ માછલીના તેલ, મિણ, અને ફેવીકોલથી બનાવ્યું
હેકરોની માયાજાળ વધી રહી છે. એવામાં યુ-ટયુબનાં માધ્યમથી હેકિંગ શિખીને અટેમ્પ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ૨૦૧૮ની રાજસ્થાન પોલસી કોન્સ્ટેબલ પ્રવેશ પરીક્ષા હેકિંગને કારણે રદ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસ ડાયરેકટર ઓપી ગલ્હોત્રા, વરિષ્ઠ અધિકારી ઉમેશ મિશ્રા, રાજીવ શર્માની એક સભામાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રવેશ પરીક્ષા ૫,૨૯૦ કોન્સ્ટેબલની ભરતી માટેની પ્રક્રિયાનો પહેલો પડાવ હોય છે. આ વર્ષે પ્રથમ વખત પોલીસની ભર્તી માટે ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી.
૭ માર્ચથી શરૂ થનારી પરીક્ષા કમ્પ્યુટર હેકીંગની જાણ થતા જ અટકાવી દેવાઈ હતી. પોલીસે ઓપરેશન બાયોમેટ્રીક રેકેટ હોવાની ઓળખ બતાવી છે. રિપોર્ટ મુજબ આ હેકરો જવાબ પત્ર માટે સાચા ઉમેદવારોને બદલે ખોટા ઉમેદવારોને પરિક્ષાર્થી દર્શાવે છે. કેસની વધુ શોધખોળ થતા વધુ ૧૨ લોકો તેમાં સામેલ હોવાની શંકા છે. અત્યાર સુધીમાં ૨૭ લોકોની હાઈ ટેક ફોડ ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ૧૫ ખૂબજ સ્કીલ ધરાવતા ટેકનીકલ વ્યકિતઓ છે. અને ભુતકાળમાં તેઓ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ હેકિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે.
ઈન્સ્પેકટર જનરલ પોલીસ દિનેશે જણાવ્યું હતુ કે અતુલ વત્સાની નીટની પરીક્ષા માટેની છેતરપીંડીમાં પણ અટકાયત કરવામાં આવી હતી. તેની વિરોધ બિહારમાં પણ દાખલ થયા છે. તેની સાથે જ રોહતક કોલેજના એમબીબીએસ વિદ્યાર્થી સંદીપ કુમાર પણ તેનો સાથીદાર બન્યો હતો.આરોપીઓએ સ્પષ્ટ કહ્યુંં હતુ કે તેમણે યુ-ટયુબના માધ્યમથી થમ્બપ્રિન્ટ કલોન બનાવતા શિખ્યું, જેમાં તેમણે માછલીનું તેલ, મિણ, અને ફેવીકોલની મદદથી કલોન બનાવ્યું હતુ. પરીક્ષામાં હાજર રહેવા માટે તેઓ કલોન ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરતા તે પરીક્ષા ખંડમાં એપ્લીક્ધટના સ્થાને પ્રવેશ મેળવી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,